ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના કાળુભાઈ બાવાભાઈ શેલડીયા એ ગીર ગઢડા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તેઓ જામવાળા રેલવે સ્ટેશન પાસે આવેલી તેની વાડીના દરવાજે તેના મિત્ર ડાયાભાઈ હડિયા સાથે ઊભા રહીને વાતો કરતા હતા તે વખતે તેની વાડીના સામેના ભાગે આવેલ એક ગોળના રાબડા વાળી જગ્યામાં જામવાળા ગામના દેવાભાઈ ભરતભાઈ રાઠોડ તેની સાથે તેના અન્ય ચાર જેટલા મિત્રો સાથે દારૂૂની મહેફિલ જમાવેલી હોય તેઓએ ફરિયાદી કાળુભાઈ ને તેમની વાડીના દરવાજા પાસે ઊભેલા જોઈને દારૂૂ પીધેલી હાલતમાં આવીને અહીં કેમ ઊભા છે ચાલ્યા જાવ એવું જણાવતા ત્યારે ફરિયાદીએ જણાવેલ કે અમારી વાડી છે એટલે અમે ઉભા છે ત્યારે આરોપી ઉશ્કેરાઈ જઈને અમે કહીએ તેમ કરો અને અહીંથી ચાલ્યા જાઓ એમ કહીને દેવાભાઈ રાઠોડ એ પથ્થરનો છૂટો ઘા મારતા ફરિયાદીના માથામાં લાગતા તેને ગંભીર ઈજા થતા તેઓ પડી ગયેલ બાદમાં આરોપી દેવાભાઈ સાથે રહેલા તેમના મિત્રોએ લાકડાના બળીયા વડે તૂટી પડ્યા હતા બનાવની ફરિયાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ધોરણ સર ફરિયાદ નોંધને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
ગીરગઢડાના જામવાળા ગામે ખેડૂત પર 4 શખ્સોનો હુમલો
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના કાળુભાઈ બાવાભાઈ શેલડીયા એ ગીર ગઢડા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ તેઓ જામવાળા રેલવે સ્ટેશન પાસે આવેલી તેની વાડીના દરવાજે તેના…
