ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 4ના મોત, 20ને અસર

ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ની 28 પેટીઓ મંગાવી વેચાણ કરાયા બાદ અનેક લોકો બીમાર પડતા પોલીસતંત્ર ઉંધા માથે તાબડતોબ 15 પેટી કબજે લેવાઇ, 13 પેટી શોધવા…

ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ની 28 પેટીઓ મંગાવી વેચાણ કરાયા બાદ અનેક લોકો બીમાર પડતા પોલીસતંત્ર ઉંધા માથે

તાબડતોબ 15 પેટી કબજે લેવાઇ, 13 પેટી શોધવા સઘન સર્ચ ઓપરેશન, 13 બુટલેગરની અટકાયત

ભાવનગરમાં નકલી (ઝેરી) દારૂૂ પીવાના કારણે સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકો શહેરની વિવિધ હોસ્પિટલોમાં વિષયુક્ત દારૂૂની અસર હેઠળ સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આ સમગ્ર કૌભાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે. મળી રહેલી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ’ડુપ્લીકેટ રોયલ સ્ટેગ’ દારૂૂની 28 પેટીઓ લાવવામાં આવી હતી, જેમાંથી પોલીસે 15 પેટીઓ જપ્ત કરી લીધી છે જ્યારે બાકીની 13 પેટીઓ શોધી કાઢવા માટે ભાવનગર પોલીસે સમગ્ર જિલ્લામાં આકાશ-પાતાળ એક કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ બનાવમાં બનાવટી દારૂૂનું વેચાણ કરતા 13 બુટલેગરોને ડિટેઈન કરવામાં આવ્યા છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ ખાટડી, ખરકડી, નાના ખોખરા અને દેવગાણા ગામના લોકો આ ઝેરી દારૂૂ પીવાથી બીમાર પડ્યા હતા. મૃતકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. 40, રહે. તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. 25, રહે. ખરકડી, તા. ઘોઘા), નરેન્દ્રસિંહ યાદવ (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) અને ઙખ બસ ચાલક કનકસિંહ ગોહિલ (રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે, જેમાં કનકસિંહના પરિવારે નકલી દારૂૂથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે જ્યારે નરેન્દ્રસિંહ અમદાવાદથી આવ્યા હોવાથી મોતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ હેઠળ છે.

SDM અક્ષર વ્યાસના જણાવ્યા અનુસાર હાલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, વેદ ICUમાં 2 અને બિમ્સ હોસ્પિટલમાં 1 દર્દી દાખલ છે. ઘોઘાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટે 7 મિત્રોએ દારૂૂ પાર્ટી કરી હતી જેમાં ઉપેન્દ્રસિંહનું મોત થયું હતું અને અન્ય મિત્રો ઘનશ્યામસિંહ જાડેજા તથા વિશ્વરાજસિંહ ગોહિલ (ઉ.વ. 24) હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સ્વજનોએ દારૂૂમાં પોઈઝન હોવાની શંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબી ચીફ અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ કૌભાંડમાં સામેલ તમામ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે.

પોલીસે નકલી દારૂ પકડવા, દારૂ પીનારાઓને શોધીને તાત્કાલીક સારવાર શરૂ કરાવવા અને સપ્લાય ચેઇન પકવા માટે 15 ટીમો કામે લગાડી છે અને ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. નકલી દારૂના સેવનની ઘટના બાદ સ્થાનિક પોલીસે ઘટના દબાવવા પ્રયાસ કરતા એસએમસીના એસ.પી.મયુર ચાવડાને તાબડતોબ ભાવનગર દોડાવાયા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે ઘોઘાના ખરકડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂૂનું વેચાણ કરતા 13 બુટલેગરોને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.

પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોાતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના અંગે ભાવનગર જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કર્યું છે કે બનાવ ડુપ્લિકેટ દારૂૂના સેવનથી બન્યો છે. આથી આ બનાવટી દારૂૂ ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે..

નાયબ મુખ્યમંત્રીએ મધરાત્રે એરપોર્ટ ઉપર જ બેઠક યોજી

આ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ 18 ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) ની ટીમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જખઈ ના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

દારૂનું સેવન કર્યુ હોય તેને તાત્કાલિક સારવાર લેવા સલાહ
ડુપ્લિકેટ દારૂૂ મામલે જિલ્લા પોલીસવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પીડિત અને હ્યુમન સોર્સના આધારે ડુપ્લિકેટ દારૂૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી લેવાયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી 90 ટકા દારૂૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. ડુપ્લિકેટ દારૂૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ જે લોકોએ આવા દારૂૂનું સેવન કર્યું હોય તેમણે તબિયત સારી હોય તો પણ એકવાર ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા તેમણે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *