30 હજારની લાંચમાં ઝડપાયેલા અધિકારીના ઘરે 4 કરોડના થપ્પા

ઓડિશા વિજિલન્સ વિભાગે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કટક સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ માઈન્સ દેબાબ્રત મોહંતીને મંગળવારે રાત્રે 30,000 રૂૂપિયાની લાંચ…

ઓડિશા વિજિલન્સ વિભાગે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કટક સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ માઈન્સ દેબાબ્રત મોહંતીને મંગળવારે રાત્રે 30,000 રૂૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. આ પછી બુધવારે તેમના ભુવનેશ્વરના ફ્લેટ, ભદ્રક જિલ્લાના પિતૃગૃહ અને કટક ઓફિસમાં તલાશી દરમિયાન 4 કરોડ રૂૂપિયાથી વધુની અનધિકૃત રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રાજ્યના વિજિલન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કેશ જપ્તી છે.

વિજિલન્સ અધિકારીઓએ જણાવ્યું કે મોહંતી એક લાયસન્સ ધરાવતા કોલસા વેપારી પાસેથી કોલસા ડેપોના સરળ કાર્યો અને પરિવહન પરમિશન માટે 30,000 રૂૂપિયાની લાંચ માંગી હતી. ટ્રેપ ઓપરેશન દરમિયાન તેમને પકડવામાં આવ્યા બાદ ત્રણ જગ્યાએ સમાંતર તલાશી શરૂૂ કરવામાં આવી. ભુવનેશ્વરના પટિયા વિસ્તારના શ્રી વિહાર ફ્લેટમાં ટ્રોલી બેગ અને અલમારીઓમાં છુપાવેલા નોટના ઢગલા મળ્યા. ઓફિસમાંથી 1.20 લાખ રૂૂપિયા અને વ્યક્તિગત તપાસમાં વધુ રકમ જપ્ત થઈ.

તલાશી દરમિયાન ભુવનેશ્વરમાં 2,400 ચોરસ ફૂટ જમીન પર બનેલું બે માળનું મકાન અને આશરે 130 ગ્રામ સોનું પણ મળી આવ્યું છે. મોહંતી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2018ની કલમ 7 હેઠળ ભુવનેશ્વર વિજિલન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું કે રોકડની ગણતરી ચાલુ છે.
અને આ રકમના સ્ત્રોતની તપાસ ચાલી રહી છે. વધુ જપ્તીની શક્યતા છે.

આ ઘટનાએ ઓડિશાના માઈનિંગ વિભાગમાં ભારે હલચલ મચાવી દીધી છે. વિજિલન્સના આ પગલાંને રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂૂપે જોવામાં આવી રહ્યું છે. મોહંતીના ઘરેથી મળેલી આટલી મોટી રોકડ અને અન્ય સંપત્તિને કારણે તપાસ વધુ તીવ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *