બાબરામાં સેન્ટ્રિંગ કામના હિસાબ પેટે બાકી નીકળતા 4.21 લાખ નહી ચૂકવી ઠગાઈ

મોટા દેવળિયાના યુવકે મજૂરી કામ રાખ્યું હતું બાબરા તાલુકાના મોટા દેવળીયામા રહેતા એક યુવકે નાળાનુ સેન્ટીંગ કામની લેબર મજુરી પર રાખ્યુ હોય હિસાબ પેટે બાકી…

મોટા દેવળિયાના યુવકે મજૂરી કામ રાખ્યું હતું

બાબરા તાલુકાના મોટા દેવળીયામા રહેતા એક યુવકે નાળાનુ સેન્ટીંગ કામની લેબર મજુરી પર રાખ્યુ હોય હિસાબ પેટે બાકી નીકળતા રૂૂપિયા 4.21 લાખ નહી ચુકવી દામનગરના કોન્ટ્રાકટરે છેતરપીંડી આચરતા આ બારામા તેણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.


દિનેશભાઇ રવજીભાઇ સનુરા (ઉ.વ.43) નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે એપ્રિલ 24મા નાળાના સેન્ટીંગ કામની લેબર મજુરી પર રાખ્યુ હતુ. સંપુર્ણ કામ દરમિયાન કોન્ટ્રાકટર મયુર દેવચંદભાઇ આસોદરીયા પાસેથી તેને 16,64,100 લેવાના હતા. તેણે ચાલુ કામ દરમિયાન 10,87,900 આપ્યા હતા.


જો કે હિસાબ પેટેના બાકી નીકળતા રૂૂપિયા 4,21,200 અલગ અલગ વાયદા કરી નહી ચુકવી છેતરપીંડી આચરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ એમ.એન.જાદવ ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *