મોરબીમાં બાકીદારોની વધુ 37 મિલકતો સિલ કરાઇ

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવી મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલાત કામગીરી…

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવી મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલાત કામગીરી કરવામાં આવી રહી છે મિલકત વેરા શાખાના કર્મચારીઓએ વોરંટ બજવણી અને સીલીંગ કામગીરી હાથ ધરી છે જેમાં 37 આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા વેરો ભરપાઈ નહિ કરનાર આસામીને વોરંટ બજવણી કરવામાં આવી હતી ગત અઠવાડિયા દરમિયાન કુલ 312 આસામીઓને નોટીસ આપી હતી અને વોરંટ બજવણી બાદ વેરો ભરપાઈ ના કરનાર 37 આસામીની મિલકત સીલ કરી છે મોરબી શહેર વિસ્તારમાં કુલ રૂૂ 2,48,40,503 ની મિલકત વેરાની આવક થઇ છે તેમજ જુદા જુદા ક્લસ્ટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી રૂૂ 2,12,83,844 આવા થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *