ગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગ

રાજકોટ શહેર એસી-એસટી સેલમાં ચિંતનકુમાર પટેલ અને ગ્રામ્યમાં શ્રીજીતા પટેલને પોસ્ટિંગ ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી…

રાજકોટ શહેર એસી-એસટી સેલમાં ચિંતનકુમાર પટેલ અને ગ્રામ્યમાં શ્રીજીતા પટેલને પોસ્ટિંગ

ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણ નિમણૂક પામેલા 2017, 2021 અને 2022ની બેચના 37 અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં તેમને નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી. રાજકોટ પોલીસમાં ઘણા સમયથી ખાલી પડેલી એસી-એસટી સેલના એસીપીની ખાલી જગ્યા પર ચિંતનકુમાર પટેલને પોસ્ટીંગ અપાયું છે.જયારે રાજકોટ ગ્રામ્યમાં એસી-એસટી સેલના ડીવાયએસપી ની જગ્યા પર શ્રીજીતા સાકળચંદ પટેલની નિમણૂક કરાઈ છે.

મોરબીમાં એસી-એસટી સેલના ડીવાયએસપી તરીકે વિરલકુમાર દલવાડીને મૂકવામાં આવ્યા છે. ટ્રેનિંગ પૂરી કરનાર 37 ડીવાયએસપી-એસીપીને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ નિમણૂક કરાઈ છે. શિલ્પાબેન ભારાઈને નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ, થરાદ, ચિરાગકુમાર વાડદોરીયા નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ સુરત ગ્રામ્ય, વિરલકુમાર દલવાડી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ મોરબી, દીપ પટેલની મદદનીશ પોલીસ કમિશ્નરએસ.સી-એસ.ટી સેલ-2, અમદાવાદ શહેર,પાર્થ પરમારની નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, સુરેન્દ્રનગર, મિલન મોદી- નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી-એસ.ટી સેલ, વડોદરા ગ્રામ્ય, રોશની સોલંકીની મદદનીશ પોલીસ કમિશ્નર એસ.સી/એસ.ટી સેલ-1,અમદાવાદ શહેર તરીકે નિમણૂક આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *