જામનગરમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુ

જામનગર પંથકમાં યુવાવયે હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે, અને જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે અને આજે…

જામનગર પંથકમાં યુવાવયે હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે, અને જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે અને આજે સવારે 36 વર્ષ નો એક યુવક કે જે આઈ. ટી. કંપનીમાં નોકરી કરે છે, અને વર્ક ફ્રોમ હોમ કામ કરી રહ્યો છે, જેનું પોતાના ઘેર એકાએક હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં રાજપાર્ક શેરી નંબર ત્રણ માં રહેતો અને એક આઇ.ટી. કંપનીમાં ફરજ બજાવતો હાર્દિક મનહરભાઈ પરમાર નામનો 36 વર્ષનો યુવાન કે જે આજે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘેર એકાએક બેશુદ્ધ થઈ ગયો હતો. જેથી પરિવારજનોએ તાત્કાલિક અસરથી 108 ની ટીમને બોલાવી લીધી હતી, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા મનહરભાઈ નારણભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સોયબભાઈ મકવા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાન એક આઈ.ટી. કંપનીમાં ફરજ બજાવે છે, અને લેપટોપના માધ્યમથી વર્ક ફ્રોમ હોમ પોતાના ઘરે કામ કરી રહ્યો હતો, જે દરમિયાન આજે બપોરે તેની તબિયત બગડતાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *