દવાના ઓનલાઇન વેચાણના વિરોધમાં રાજ્યના 35000 મેડિકલ સ્ટોર્સની હડતાળ

સરકારને અનેક રજૂઆતો બાદ કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં, એન્ટી એન્ઝાઇટી, સાઇકોટ્રોપીક દવાનું ઓનલાઇન વેચાણ ભારે ખતરારૂપ ઓનલાઈ દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ…

સરકારને અનેક રજૂઆતો બાદ કેમિસ્ટ એસોસિએશન લડી લેવાના મૂડમાં, એન્ટી એન્ઝાઇટી, સાઇકોટ્રોપીક દવાનું ઓનલાઇન વેચાણ ભારે ખતરારૂપ

ઓનલાઈ દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ ન આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાળમાં આજે(20 મે) ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડયો હતો. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું હતું.

ઓલ ઈન્ડિયાના 12.40 લાખ, ગુજરાતના 35 હજાર અને અમદાવાદના 3 હજાર જેટલા કેમિસ્ટો એક દિવસ બંધ રાખી વિરોધ કર્યો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઓનલાઈન વેપાર કરનાર કેમિસ્ટોને બંધ કરવામાં ન આવતા હવે કેમિસ્ટ એસોસિયેશન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. કોરોના સમયમાં જે ઓનલાઈન દવાઓનો વેપાર શરૂૂ કરવામાં આવ્યો છે તે બંધ કરવામાં આવે તેવી માગ સરકાર પાસે કરવામાં આવી છે. તેમજ ડુપ્લીકેટ દવા બનાવનાર સામે કડક કાયદો લાવવામાં આવે તેવી પણ માગ કેમિસ્ટ એસોસિયેશને કરી છે.

કોરોના સમયમાં લોકો બહાર ન નીકળે માટે ડોર સુધી દવાઓ પહોંચાડવા ઓનલાઈન વેપાર શરૂૂ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના કારણે નાના વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાનો કેમિસ્ટ એસોસિયેશને દાવો કર્યો છે. તેમજ અલગ અલગ ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓ લોકોને આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હોવાથી ઓનલાઈન દવાઓનો વેપાર બંધ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

કેમિસ્ટોનું કહેવું છે કે પરંપરાગત દવાની દુકાનો સખત લાઇસન્સ અને નિરીક્ષણ હેઠળ કામ કરે છે, જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ્સ નિયમનના ગ્રે એરિયામાં કાર્યરત છે. સરકારના GSR 220(E) અને GSR 817(E) જેવા નોટિફિકેશન્સ પણ પર્યાપ્ત સુરક્ષા વિના ઓનલાઈન વેચાણને મંજૂરી આપે છે એવો તેમનો આક્ષેપ છે.
ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ આપવાથી નાના કેમિસ્ટોનું વ્યવસાયિક અસ્તિત્વ જોખમમાં છે. તેમજ દવાઓની અયોગ્ય વપરાશથી દર્દીઓના સ્વાસ્થ્યને પણ જોખમ છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે બંધ દરમિયાન ઇમર્જન્સી દવાઓની ઉપલબ્ધતા જાળવી રાખવામાં આવશે જેથી દર્દીઓને કોઈ અસુવિધા ન પડે. આ ઘટનાએ ઓનલાઈન ફાર્મસીઓ માટે સખત કાયદા અને પ્રિસ્ક્રિપ્શન વેરિફિકેશનની જરૂૂરિયાતને વધુ તીવ્ર બનાવી છે. સરકાર હવે આ મુદ્દે શું પગલાં લે છે તેના તરફ દરેકની નજર છે.

વડાપ્રધાન-રાષ્ટ્રપતિના નામે નકલી પ્રીસ્ક્રીપ્શન લખો અને દવાની ડિલિવરી ઓનલાઇન મેળવો

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર.એન. કોવિંદ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પંશેરિયાના નામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલા નકલી પ્રિસ્ક્રિપ્શન પરથી ઓનલાઈન ફાર્મસીઓએ સરળતાથી દવાઓ પહોંચાડી દીધી. આ અદ્ભુત સ્ટિંગ ઓપરેશન કરીને ગુજરાતના કેમિસ્ટો અને ડ્રગિસ્ટોના સંગઠને ઓનલાઈન દવા વેચાણની ગંભીર નિયમનીય ત્રુટિઓને ઉજાગર કરી છે.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન (FGSCDA)ના પ્રમુખ જશવંત પટેલે જણાવ્યું કે, અમે AIની મદદથી આ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કર્યા અને તેના આધારે દવાઓ મંગાવી. પ્લેટફોર્મે કોઈ પ્રકારની વેરિફિકેશન વિના દવાઓ ડિલિવર કરી દીધી. આનાથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય વ્યક્તિ પણ સ્માર્ટફોનથી આવી ગેરરીતિ કરી શકે છે. સંગઠને આ પુરાવા સરકારને સોંપ્યા છે. તેઓ લાંબા સમયથી ઓનલાઈન ફાર્મસીઓ પર સખત નિયમોની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને એન્ટી-એન્ઝાઈટી, એન્ટીડિપ્રેસન્ટ અને સાઈકોટ્રોપિક દવાઓ જેવી નિયંત્રિત દવાઓ સાઈકિયાટ્રિસ્ટના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સરળતાથી મળી જાય છે, જે અત્યંત જોખમી અને અકાનૂની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *