ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષક તરીકે સેવા આપવા માટે 35 ગુજરાત-કેડરના IAS અધિકારીઓ અને 10 IPS અધિકારીઓની પસંદગી કરી છે. આ અધિકારીઓની તાલીમ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂૂ થશે, અને રાજ્ય સરકારે આ અધિકારીઓના ગેરહાજરીમાં વધારાના ચાર્જની વ્યવસ્થા કરવી પડશે, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
પસંદ કરાયેલા IAS અધિકારીઓ આ પ્રમાણે છે: આરતી કંવર, સંદીપ કુમાર, રૂૂપવંત સિંહ, સ્વરૂૂપ પી, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંહ ઔલખ, રાકેશ શંકર, રાજ કુમાર બેનીવાલ, રાજેશ મંઝુ, રાજેન્દ્ર કુમાર, રાહુલ ગુપ્તા, પી ભારતી, રણજીત કુમાર જે, હર્ષદ પટેલ, આલોક પાંડે, જેનુ દેવન, સંદિપ કુમાર, અરવિંદ કુમાર, અરવિંદ કુમાર, એ. ધવલ પટેલ, મહેશ પટેલ, એમ નાગરાજન, પ્રવીણા ડી કે, કુલદીપ આર્ય, વિજય ખરાડી, રતનકંવર ગઢવીચરણ, અજય પ્રકાશ, ડી ડી જાડેજા, અમિત અરોરા, હર્ષિત ગોસાવી, સ્તુતિ ચરણ, આશિષ કુમાર, પ્રભાવ જોષી અને નેહા કુમારી.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી ફરજો માટે પસંદ કરાયેલા IPS અધિકારીઓમાં એજી ચૌહાણ, બિપિન આહિરે, પીએલ માલ, મકરંદ ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, નિર્લિપ્ત રાય, ચૈતન્ય માંડલિક, હિતેશ જોયસર અને મયુર પાટીલનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અધિકારીઓને પત્ર લખીને ECI ને રિપોર્ટ કરવા જણાવ્યું છે.
