રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા 33 જેટલા એડિશનલ કલેક્ટરોને પ્રમોશન આપી ’સિનિયર સ્કેલ’નો લાભ આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આજે મહેસૂલ વિભાગ દ્વારા એક સાથે 33 જેટલા એડિશનલ કલેકટર કક્ષાના અધિકારીઓની સિનિયર કેડરનો લાભ આપવામાં આવ્યો છે.રાજકોટ ખાતે સિંચાઈ વિભાગમાં કાર્યરત એડિશનલ કલેક્ટરને તેમની કામગીરીના આધારે બઢતી મળી છે. જ્યારે ચૂંટણી વિભાગના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ સિનિયર સ્કેલમાં સ્થાન મળ્યું છે.
પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, રેસિડન્ટ એડિશનલ કલેક્ટર, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડેપ્યુટી કમિશનર, એડિશનલ કલેક્ટર સહિતના મહત્વના હોદ્દા પર કાર્યરત અધિકારીઓનો સમાવેશ થાય છે.
મોરબી, ખેડા, પંચમહાલ-દાહોદ, વડોદરા, અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, નર્મદા સહિત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને લાભ મળ્યો છે. સચિવાલય ગાંધીનગર ખાતે કાર્યરત કેટલાક પર્સનલ સેક્રેટરી અને વિભાગીય અધિકારીઓને પણ બઢતી આપવામાં આવી છે.
