શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 32 શખ્સો ઝડપાયા

જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900…

જામનગરના ગોકુલનગર વિસ્તાર માં ગઈ મધ્ય રાત્રે પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા અઢાર પરપ્રાંતીય શખ્સને પકડી પાડ્યા હતા. અને રૂૂ.14 ,900 ની.રોકડ રકમ કબજે કરી હતી. જ્યારે જામજોધપુરના પરડવા ગામમાંથી 14 શખ્સો જુગાર રમતાં પકડાયા છે.

જામનગર ના ગોકુલનગર રડાર રોડ પર આવેલા શિવ નગરમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાક્ષની બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

અને સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા સંતોષ મુખલાલ ગૌડ, રાજેશ રામપ્રસાદ કુશવાહ, અંગદ ત્રિભોવનદાસ ગૌડ, ધીરૂૂભાઈ બચુભાઈ મપારા, ચલુકુમાર વિશ્વનાથ યાદવ, સર્વેશકુમાર રઘુનાથ કુશવાહ, મુકેશ હરીશચંદ્ર કુશવાહ, ભૈયાલાલ શોભરન કુશવાહ, દયારામ તેજરામ કુશવાહ, રણજીત છોટેલાલ કુશવાહ, દિલીપ સરોજભાઈ કુશવાહ, સૌરવ રમેશભાઈ કુશવાહ, પ્રદીપ રઘુવીર કુશવાહ, આકાશ રઘુવીર રાઠોડ, શિવકુમાર યોગેશ ગૌડ, હરેરામ નારાયણ દાસ, ઉમેશ પ્રકાશભાઈ નિશાંત અને અજય છોટેલાલ કુશવાહ નામના 18 શખ્સ ને રૂૂ.14900 ની રોકડા સાથે ઝડપી લીધા હતા. તમામ સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર જિલ્લા ના જામજોધ5ુર તાલૂકા ના પરડવા ગામ માં ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. અને જુગારના સ્થળે થી રૂૂ.15,700 ની રોકડ રકમ કબજે કરી હતી.

જામજોધપુર તાલુકા ના પરડવા ગામ.માં કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઇ ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી પરથી ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના થી જુગાર રમી રહેલા ભોવાનભાઈ પોલાભાઇ ઓડેદરા, સવદાસભાઈ પરબતભાઈ કંડોરીયા, કરીમ અલારખા બીજુડા, અરજણગર શંકરગર અપારનાથી અને લખમણભાઈ પીઠાભાઈ વાણીયા નામના પાંચ શખસ ને ઝડપી લીધા હતા. તેની સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. તથા જુગારના સ્થળે થી રૂૂ.15,700 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *