કાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાં

  પાર્ટીઓ ઉપર ડ્રોન-CCTVથી રખાશે બાજ નજર, 60 સેક્ધડમાં જ ડ્રગ્સનો ટેસ્ટ થશે છાટોપાણી કરીને છાકટાવેડા કરનારાઓની ખેર નથી, મહિલાઓની સલામતી માટે ‘સી’ ટીમ તૈનાત…

 

પાર્ટીઓ ઉપર ડ્રોન-CCTVથી રખાશે બાજ નજર, 60 સેક્ધડમાં જ ડ્રગ્સનો ટેસ્ટ થશે

છાટોપાણી કરીને છાકટાવેડા કરનારાઓની ખેર નથી, મહિલાઓની સલામતી માટે ‘સી’ ટીમ તૈનાત

ન્યૂ યરની યુવાધન કરશે ઉજવણી અને પોલીસ કરશે રાત ઉજાગરા, સઘન ચેકિંગ-કોમ્બિંગ શરૂ

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂૂ કરી દીધી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યુવા હૈયાઓ 2025ના વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે પોલીસે પણ ઠેર ઠેર બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓનું આયોજન કરાયું છે.

થર્ટી ફર્સ્ટ પર દારૂૂ પાર્ટીને રોકવા માટે પોલીસે અત્યારથી જ કામગીરી શરૂૂ કરી દીધી છે. થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરનારાઓને ઝડપવા માટે બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ડીકેકશન કીટ સાથે ચેકિંગ કરાશે. પાર્ટી દરમિયાન યુવતીઓની સુરક્ષા માટે નસીથ ટીમની મહિલા જવાનો ઓફડ્રેસમાં જ પાર્ટીમાં હાજર રહેશે. પોલીસ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પર ડ્રોન અને સીસીટીવીથી નજર રાખશે. આ માટે પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ સાથે કનેક્ટ કરાશે.આ સાથે ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને રોકવા માટે બજારોમાં અને ભરચક વિસ્તારોમાં મોડિફાઈડ બાઇક સાથે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.
શહેરમાં પ્રોહિબિશનના કાયદાઓ લાગુ કરવા માટે પોલીસ કડક પગલાં લઈ રહી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારા માફિયાઓની યાદી તાજી કરવામાં આવી છે અને તેમના પર પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી 31 ડિસેમ્બરના રોજ દારૂૂ અને ડ્રગ્સની હેરાફેરી રોકી શકાય.ડ્રગ્સના ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે એન્ટી-નાર્કોટિક્સ યુનિટની શરૂૂઆત કરી છે. નવા વર્ષના દિવસે વધુ ભરચક વિસ્તારમાં અને પાર્ટી સમયે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ વિશેષ પેટ્રોલિંગ, સીસીટીવી નિરીક્ષણ અને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે.

આ દરમિયાન દારૂૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર મારવા નીકળી બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે. આવા બેફામ લોકો પર લગામ કસવા અને વધુને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરવા કડક સૂચના અપાઇ છે. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટિમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કિટની મદદથી ખાસ ચેકિંગ કરશે.ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય તેટલી જગ્યાએ સીસીટીવી કેમેરાથી કવર થાય તે મુજબ આયોજન કરવા સૂચના આપી છે.

વાહનચાલકોનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે. રૂૂરલ સાથે એડ જોઇનિંગ રોડ પર ચેકિંગ કરાશે. નશાયુક્ત પદાર્થોનું વેચાણ થાય તે વિસ્તારોનું એક લિસ્ટ તૈયાર કરાયું છે. નશો કરતા શખસોને ટાર્ગેટ કરાશે. તમામ પોલીસ સ્ટેશનના થાના ઇન્ચાર્જ, ડી સ્ટાફ સહિતના કર્મચારીઓ, ક્રાઇમબ્રાન્ચ, એસઓજી પીસીબી સહિત બે હજાર ઉપરાંતના કર્મચારીઓ ગુજરાત તથા સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન મુજબ જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાવશે.

બોર્ડર ઉપર સઘન ચેકિંગ, 15 દી’માં 3 કરોડનો દારૂ ઝડપાયો
31 ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લામાં પોલીસે સઘન ચેકિંગ કર્યું. ગુજરાત-રાજસ્થાનની સરહદે અવર-જવર કરતા વાહનોમાં તપાસ કરવામાં આવી. દારૂૂના કેસ માટે ખાસ તાલિમ અપાયેલા શ્વાનની મદદ લેવાઈ હતી. 29 ચેકપોસ્ટ અને પર 250થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. પોલીસે છેલ્લા 15 દિવસમાં 3 કરોડથી વધુ કિંમતનો દારૂ પકડ્યો છે. છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન દારૂના 101 કેસ નોંધાયા છે. અરવલ્લીના એએસપી સંજય કેસવાલાએ જણાવ્યું, 29 ચેકપોસ્ટ કાર્યરત કરી છે, અન્ય પોલીસ સ્ટેશનમાં પણ 5 ચેક પોસ્ટ કાર્યરત કરી છે.
લગભગ 250 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

આવતા-જતા તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ કરાઈ રહ્યું છે. કોઇપણ પ્રકારની દેસી-વિદેશી દારૂૂની પ્રવૃત્તિ અટકાવવામાં આવે એવા સૂચનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે. રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂૂ પીનારા લોકોની સંખ્યા વધી જાય છે, ત્યારે આ દરમિયાન બુટલેગરો પણ આલ્કોહોલની માંગ વધવાને કારણે સક્રિય થઈ જાય છે. ત્યારે આ અંગે ગુજરાતમાં જુદા-જુદા શહેરોમાં પોલીસે દારૂૂ પીનારા સામે ખાસ અભિયાન હાથ ધર્યું છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *