અમેરિકાએ માર્યા ગયેલા પોતાના છ સૈનિકોમાંથી ચારની ઓળખ કરી
પેન્ટાગોને ઈરાની ડ્રોન હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકી સૈનિકોમાંથી ચારની ઓળખ કરી છે અને તેમના ફોટા જાહેર કર્યા છે. આ સૈનિકોમાં કેપ્ટન કોડી ખોર્ક (35), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નોહ ટિએટજેન્સ (42), સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર (39) અને સાર્જન્ટ ડેક્લાન કોડી (20)નો સમાવેશ થાય છે. જયારે ઇઝરાયેલ આજે નવા હુમલાઓ દ્વારા ઇરાનમાં તરખાટ મચાવ્યો હતો.
આ ચારેય સૈનિકોને 103મા સસ્ટેનમેન્ટ કમાન્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે આયોવામાં આર્મી રિઝર્વ સસ્ટેનમેન્ટ યુનિટ છે, જે ખોરાક, બળતણ, પાણી, દારૂૂગોળો અને પરિવહન સાધનો અને પુરવઠો પૂરો પાડે છે. હુમલામાં માર્યા ગયેલા અન્ય બે સૈનિકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
કુવૈતના પોર્ટ શુઆઈબામાં એક કમાન્ડ સેન્ટર પર ડ્રોનથી હુમલો થયો ત્યારે આ અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે આજે નવા હુમલાઓ દ્વારા ઇરાનના 300 મિસાઇલ લોન્ચો નષ્ટ કર્યા હતા. એપીના અહેવાલ મુજબ, આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલે કહ્યું, “આ બધા પુરુષો અને સ્ત્રીઓએ આપણા દેશની રક્ષા માટે બહાદુરીથી સ્વૈચ્છિક સેવા આપી હતી, અને તેમના બલિદાનને ક્યારેય ભૂલાશે નહીં.” રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૃત્યુ વિશે કહ્યું, “દુ:ખની વાત છે કે, આ સમાપ્ત થાય તે પહેલાં વધુ મૃત્યુ થશે. આવું જ થાય છે.”
