નવા રિંગ રોડ પર બનશે 3 નવા હાઈલેવલ બ્રિજ

મુંજકા પોલીસ સ્ટેશન પાસે અને રૈયાથી સ્માર્ટ સિટીના રોડ પર બે બ્રિજ તૈયાર થશે, આવતીકાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓ માટે રેગ્યુલર ગણવેશની થશે…

મુંજકા પોલીસ સ્ટેશન પાસે અને રૈયાથી સ્માર્ટ સિટીના રોડ પર બે બ્રિજ તૈયાર થશે, આવતીકાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ

કોર્પોરેશનના વર્ગ-4ના કર્મચારીઓ માટે રેગ્યુલર ગણવેશની થશે ખરીદી, મનહર પ્લોટ, ગવલીવાડ, વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં બોક્સ કલવર્ટ બનાવાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટની 53 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી રીંગરોડ-2 ઉપર જામનગર રોડથી કટારિયા ચોકડી સુધીના રોડ ઉપર ફોરલેન 3 બ્રિજ બનાવવા તેમજ મુંજકા પોલીસ સ્ટેશનની બાજુમાં અને રૈયાથી સ્માર્ટ સીટી જવાના રોડ ઉપર બે બ્રીજ બનાવવા સહિતની પાંચ બ્રીજ બનાવવાની અગત્યની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે આવતી કાલે મંજુર થયા બાદ રીંગરોડ-2 ફોરલેન બનાવવાની કામગીરી ઝડપી થશે અને આ ત્રણેય બ્રીજ ફોરલેન તૈયાર થશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં 53 દરખાસ્ત પૈકી નવા રીંગ રોડને ફોરલેન બનાવવા તરફ વધુ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર રોડથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના ફોરલેન રોડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે ત્યોર જામનગર રોડથી કટારિયા ચોકડી એટલે કે, કાલાવડ રોડ સુધીના રોડ ઉપર ત્રણ હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવામાટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અંદાજે રૂા. 53 કરોડના ખર્ચે 3 બ્રીજ બનાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-9માં નવાં 150 ફુટ રીંગ રોડ પરનાં ત્રણ બ્રીજને વાઇડનીંગ કરવાનાં કામે કુલ રૂૂા.42,25,73,409 તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. તથા અન્ય ડીઝાઇનીંગ, પ્રુફ ચેકીંગ, પી.એમ.સી. અને ઇલેકટ્રીક ચાર્જ સહિત આ કામે કુલ રૂૂા.51,80,03,168નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે નવાં 150 ફુટ રીંગ રોડ પરનાં પરશુરામ ચોકડી થી કટારીયા ચોકડી સુધીનાં રસ્તા પર આવતાં ત્રણ બ્રીજ પૈકી બ્રીજ નં.-ર (ઈવ.1 + 760) આશરે 358.091 મીટર લંબાઇ તથા 45.00 મીટર પહોળાઇમાં, બ્રીજ નં.-3 (ઈવ.3 + 940) આશરે 358.091 મીટર લંબાઇ તથા 45.00 મીટર પહોળાઇમાં, બ્રીજ નં.-4 (ઈવ.0 + 130) આશરે 294.220 મીટર લંબાઇ તથા 45.00 મીટર પહોળાઇમાં આર.સી.સી. હાઇલેવલ બ્રીજનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ ત્રણેય બ્રીજ નવાં 150 ફુટ રીંગ (જામનગર હાઇ-વે થી કાલાવાડ રોડ)ને જોડતા મુખ્ય રસ્તા પરના બ્રીજો હોય, જેનો આશરે 100000 લોકોને ફાયદો થશે. અને આ કામે રૂૂા.42,25,73,409 (જી.એસ.ટી. સિવાય) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી. જે પૂર્ણ થતાં દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.

મનપાની સ્ટેન્ડીંગની બેઠકમાં હાઈલેવલ બ્રીજ ઉપરાંત ડ્રેનેજ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ જુદા જુદા બગીચાઓ, બાલ ક્રિડાગણ, પમ્પીંગ સ્ટેશનની વાર્ષિક કામગીરી, અલગ અલગ વિસ્તારોમાં પેવર કાર્પેટ તેમજ મેડિકલ સ્ટોર, વેક્સિન સેન્ટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનો તથા પેવીંગ બ્લોક અને મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી સહાય સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓનો ગ્રૂપ ઈન્સ્યોરન્સ લેવાશે
મહાનગરપાલિકાના સોલીડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અલગ અલગ બીમારીનો વધુ ભોગ બનતા હોય સારવાર માટે સ્ટેન્ડીંગમાં તબીબી આર્થિક સહાયની દરખાસ્તો આવતી હોય છે. જેમાં રાહત મેળવવા માટે મહાનગરપાલિકા હવે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં આઉટડોર કામગીરી કરતા કર્મચારીઓનો ગૃપ ઈન્સ્યોરન્સ લેવાનો નિર્ણય આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જેના લીધે બીમારી સબબ હવે આ વિભાગમાં ફિલ્ડની કામગીરી કરતા તમામ કર્મચારીઓને ઈન્સ્યોરન્સ માટે તબીબી સહાય પ્રાપ્ત થશે.

વોર્ડ નં.11માં ગ્રેસ કોલેજ પાસે મનપા બનાવશે પાર્ટી પ્લોટ
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-11માં કાલાવાડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન સામેની તરફે આવેલ ગ્રેસ કોલેજ પાસે ટી.પી.સ્કીમ નં.-10, ફાઇનલ પ્લોટ નં.-73(બી)માં પાર્ટી પ્લોટ બનાવવાનાં કામે કુલ રૂૂા.2,07,84,305/- (અંકે રૂૂપિયા બે કરોડ સાત લાખ ચોર્યાસી હજાર ત્રણસો પાંચ પુરા) તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂૂા.2,45,25,480/- (અંકે રૂૂપિયા બે કરોડ પીસ્તાલીસ લાખ પચ્ચીસ હજાર ચારસો એસી પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ પાર્ટી પ્લોટનો કુલ એરીયા 11036.00 ચોરસ મીટર છે. જેમાં અંદાજે 5500 ચોરસ મીટરની જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા, વર-વધુ રૂૂમ, સ્ટેઇજ, રસોડું, જનરલ ટોયલેટ બ્લોક તેમજ લોન એરીયા સહિતની સુવિધાઓનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે 50000 લોકોને ફાયદો થશે. અને આ કામે રૂૂા.2,07,84,305/- (અંકે રૂૂપિયા બે કરોડ સાત લાખ ચોર્યાસી હજાર ત્રણસો પાંચ પુરા) (જી.એસ.ટી. સિવાય) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે.

પૂર્વ ઝોનની તમામ કચેરીઓમાં ફાયર સિસ્ટમ લાગશે
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન હસ્તકની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું તથા ફાયર એન.ઓ.સી. મેળવવાનાં કામે ૠજઝ સહીત કુલ રૂૂ.1,01,07,000.00 (એક કરોડ એક લાખ સાત હજાર પુરા) નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં 100 મી.મી., 80 મી.મી., 25 મી.મી. ડાયા.ના જી.આઈ. પાઈપલાઈન, 63 મી.મી. ડાયા. નો ફાયર હાઈડ્રન સ્મોક ડિટેક્શર તથા હોઝ રીલ ડ્રમ 63 મી.મી. ડાયા.નો ફાયર હોસપાઈપ તથા ફાયર એક્સ્ટી વ્યુસર વિગેરે સપ્લાય તથા તેને લગત પ્લમ્બીંગ કામનો સમાવેશ કરવામાં આવેલ. સદરહું કામે રૂૂ.1,01,07,000.00 (એક કરોડ એક લાખ સાત હજાર પુરા) જીએસટી સહિતની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જે ફાઈનલ થયા બાદ દરખાસ્ત રજૂ થયેલ છે જેના લીધે ઈસ્ટઝોનમાં આવેલ મનપા હસ્તકની તમામ ઝોનલ કચેરીઓ સહિતની ઓફિસોમાં ફાયર સિસ્ટમ લગાડી ફાયર એનઓસી મેળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *