કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના

કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…

કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જઈંઝ દ્વારા હાથ ધરાયેલી વધુ તપાસમાં અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવતાં તેમને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગીર સોમનાથ પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોડીનાર પોલીસ સ્ટેશનમાં તા. 24/10/2026ના રોજ એક સગીરાની માતાએ પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તથા મોબાઇલ ટાવર લોકેશનની મદદથી તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન અન્ય એક સગીર વયની દીકરી પણ ગુમ થયેલી હોવાનું સામે આવ્યું હતું. બંને સગીરાઓને ઊંઝા તાલુકાના ઉનાવા (જી. મહેસાણા) ખાતે દરગાહમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી બંને સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી.

પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરાઓને લલચાવી, ધર્મ પરિવર્તન કરાવવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાની તેમજ તેમની સાથે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. આરોપીઓ દ્વારા સગીરાઓને હિન્દુ ધર્મનો ત્યાગ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક દ્વારા SITની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આગોતરી તપાસ અને પુરાવાઓના આધારે વધુ ત્રણ આરોપીઓનાં નામ જેમાં (1) તાલીબ હુસેન (2) હુસેન શેખ તથા (3) નાઝીમ અલી સૈયદ ના નામો સામે આવતાં તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્ક અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.વધુમાં, ભોગ બનનાર સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મેડિકલ તપાસ સહિતની જરૂૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *