ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે શ્રમિક પરિવાર રમકડા વેચવા માટે આવ્યો’ તો, બે વ્હાલસોયા બાળકો ગૂમાવતા હતપ્રભ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામે મંગળવારે જળઘાતના બનાવમાં શ્રમિક પરીવારના ત્રણ બાળકો તળાવ પાસે રમતા રમતા પાણીમાં ઉતરી જતા સર્જાયેલી ઘટનામાં બે બાળકના ડૂબી જવાથી મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય એક બાળકને બહાર કાઢી ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવના પગલે શ્રમિક પરિવાર હતપ્રત બન્યો હતો.જયારે પંથકભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટી સર્જનારા બનાવની જાણવા મળતી વિગત વરવાળા ગામે મંગળવારે શ્રમિક પરીવાર ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે રમકડા વેચવા માટે આવ્યો હતો.જે વેળાએ પરીજનો કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન ત્રણ બાળકો રમતા રમતા તળાવ પાસે પહોચ્યા હતા.જેમાં અચાનક ત્રણેય બાળકો પાણીમાં ઉતરી જતા ડુબવા લાગ્યા હતા.જેના પગલે ભારે દેકારો બોલી ગયો હતો.આથી આજુબાજુના લોકો તુરંત દોડી આવ્યા હતા. જે સાથે ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે, જળઘાતની આ ઘટનામાં રાજીવ(ઉ.વ. 12) અને અજય (ઉ.વ. 10) નામના બે બાળકનુ ડૂબી જવાથી મૃત્યુ નિપજયુ હતુ.
જયારે અન્ય એક બાળકને તુરંત ગંભીર હાલતમાં બહાર કાઢયા બાદ દ્વારકા સીવીલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જેની સ્થિતિ વધુ ગંભીર જણાતા તુરંત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે રીફર કરાયો હતો.જયારે બે બાળકોના મૃતદેહને સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેંડી પોલીસે પોષ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે તજવિજ હાથ ધરી છે. આ બનાવના પગલે શ્રમિક પરીવાર પણ હતપ્રત બન્યો હતો.જયારે પરીજનોના રૂૂદનથી વાતાવરણ ગમગીન બન્યુ હતુ.જળઘાતમાં બે માસુમ બાળકે જીવ ગુમાવતા પંથકભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
