39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.13ના ત્રણેય ઝોનમાંથી કુલ 39 આસામીઓ પાસેથી 3.895 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.9500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 16 આસામીઓ પાસેથી 2.935 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 4600/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 08 આસામીઓ પાસેથી 0.48 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 1900/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જયારે ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 15 આસામીઓ પાસેથી 0.48 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.3000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *