ડીવીઆર, વાયર સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે પિત્તળ ના તૈયાર માલ સામાન અને રોકડ રકમ ની ચોરી થવા પામી હતી. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી એલસીબીની ટુકડી એ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને સીસીટીવી કેમેરાની મદદથી કારખાનેદારના જ એક કુટુંબી સહિત ત્રણ આરોપીઓ ને ચોરી ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે.જામનગર નજીક દરેડ જીઆઇડીસી -2માં ગત તા.22/01/2025 રાત્રી ના સમયે નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા નાં પથહિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝથથ નામના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદર થી તસ્કરો પિતળનો (બ્રાસ) આશરે 600 કિલો,રોકડ રૂૂપીયા 32000 તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ રૂૂપીયા 3,55,500 ની ચોરી કરી લઇ ગયા હતા.
જામનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક પ્રેમસુખ ડેલૂ એ વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી. બી. ના પોલીસ ઇન્સ. .વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો દરેડ જી.આઇ.ડી.સી વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફ ને બાતમી મળી હતી કે સદરહુ ચોરી નાં આ બનાવમાં ફરિયાદી કારખાનેદાર ન કુટુંબી એવો હડમતીયા ગામ નો વતની કેવીનભાઇ વિજયભાઇ સંધાણી, અને તેના ગામના જ જીવણભાઇ હિરાભાઇ ભરવાડ તથા પુનાભાઇ સેજાભાઇ ભરવાડ સંડોવાયેલા છે, અને અન્ય કારખાનાના સીસીટીવી કેમેરા ના આધારે તેઓની ફરિયાદી કારખાનેદારની મદદથી ઓળખ કરી લેવામાં આવી હતી.
જે બાતમીના આધારે ત્રણેય ને દરેડ જુના આશાપુરા મંદિર પાસે નીલગીરી વિસ્તાર પાસેની અવાવરૂૂ જગ્યામા રાખેલ બ્રાસનો માલ સગેવગે કરવા એકઠા થયેલા હોવાની બાતમી આઘારે પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. તેઓ નાં કબ્જા માથી બ્રાસ નો તૈયાર માલ તથા બ્રાસ નો છોલ ( 509 કિલો કિ.રૂૂ 2,70,575) , રૂૂપીયા 22,000 રોકડા , 30,000 નું કિંમત નું બાઇક તથા ગ્રાઇન્ડર મશીન-1 કિ.( રૂૂ 2,000) મળી કુલ મુદામાલ કિ.રૂૂ 3,24,575 નો ચોરી કરેલો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આરોપીઓએ ગ્રાઇન્ડર મશીન વડે કારખા ના શટ્ટર તથા ઓફિસ ના શટ્ટરના તાળા કાપી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ પોતાની ઓળખ ન થાય, તે માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. પરંતુ અન્ય કારખાનેદારના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા.