ચોટીલા, થાનગઢ અને નાની મોલડી પોલીસે દારૂ ઝડપ્યો હતો
ચોટીલાના ઝરીયા મહાદેવ વીડી વિસ્તારમાં ચોટીલા પોલીસ સ્ટેશન, થાન, અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી 1,41,670 બોટલ દારૂૂનો નાશ કરાયો હતો. ચોટીલા પોલીસ સ્ટેશન નાની મોલડી પોલીસ સ્ટેશન અને થાનગઢ પોલીસ સ્ટેશન 13 ગુનામાં વિદેશી દારૂૂ ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારી, નશાબંધી અધિકારી એચ.જી રોકડ, ચોટીલા પીઆઇ આઈ.બી.વલવી, નાની મોલડી પીઆઇ એન.એસ. પરમાર, થાનગઢ પીએસઆઇ ગઢવી અને પોલીસ સ્ટાફ દ્વારા ઝરીયા મહાદેવ વીડીમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી 1,03,281 બોટલો તેની કિંમત 2,44,99900 નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી 36,747 બોટલ તેની કિંમત 1,01,10289 અને થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી 1,642 બોટલ તેની કિંમત 4,12,621 સહિત કુલ 1, 41, 670 બોટલ કિંમત 3,50,22810નો મુદ્દામાલ નાશ કરાયો હતો.