ગુજરાત સરકાર દ્વારા આજે સવારે રાજ્યના 28 આઈએએસ અને 13 જીએએસ કેડરના અધિકારીઓની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને પોરબંદરના મ્યુનિ.કમિશનર તેમજ પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા)ના એમ.ડી.ની બદલીઓ કરવામાં આવી છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના સીઈઓ જી.વી.મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સચિવ બનાવાયા છે તો પીજીવીસીએલના એમ.ડી.કેતન જોષીની દ્વારકાના ડીડીઓતરીકે બદલી કરાઈ છે.
બદલીના હુકમો મુજબ ગૌરાંગભાઈ એચ. મકવાણાની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણાના મેનેજિંગ ડરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. કે. જે. રાઠોડને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL), સુરતના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી એમ. ડી. ચૂડાસમાની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમજ ડી. કે. પટેલને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગરના ડિરેક્ટર તરીકે બદલી કરાઈ છે.
જ્યારે જૂનાગઢ મ્યુનિ.કમિશનર પ્રભાવ જોશીને GIDC, ગાંધીનગરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી અપાઈ છે. જ્યારે સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે, આઈ. આર. વાળાને જૂનાગઢ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અને સ્મિત સંતોષ લોઢાને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ) તરીકે પણ મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. એચ. જે. પ્રજાપતિને અમરેલી, કે. પી. જોશીને દેવભૂમિ દ્વારકા, ડી. કે. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, હિરેન જિતેન્દ્રભાઈ બારોટને દાહોદ અને કે. એસ. ઝાલાને ડાંગ-આહવા ઉઉઘ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ગેસ કેડરના અધિકારીઓ
જ્યારે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (ૠઅજ)ના ઈહફતત-1 (જયહયભશિંજ્ઞક્ષ/જયક્ષશજ્ઞિ જભફહય) કક્ષાના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મુજબ વી. કે. પટેલને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ૠઈંઉઈ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એ. કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર, ડી. એન. સાતાણીને ગાંધીનગરના સિવિલ સપ્લાય્સ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર, જી. વી. મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને વાય. એસ. ચૌધરીને ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરાંત એ. કે. કલસારિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ નિયામક કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી, એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને કે. એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ડી. એમ. ગોહિલને સુરતની વિશલેષણ કમિટીના જોઈન્ટ કમિશનર, એ. એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, જ્યારે પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત કે. બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગના એડિશનલ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
