જામનગરમાંથી કચરો ઉપાડવા 257 કરોડ ખર્ચાશે; દરખાસ્ત મંજૂર

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 દરખાસ્તના રૂા. 299.79 કરોડના ખર્ચને બહાલી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક બુધવારે મળી હતી. જેમાં કુલ રૂૂ.299 કરોડ 79…

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 10 દરખાસ્તના રૂા. 299.79 કરોડના ખર્ચને બહાલી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક બુધવારે મળી હતી. જેમાં કુલ રૂૂ.299 કરોડ 79 લાખ ની રકમ ના જુદા જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને થી જ 10 એજન્ડા આઈટમો રજૂ થઈ હતી.અને તેમ કરોડો ના ખર્ચાઓ મંજૂર કરાયા હતા.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. 01-10-2025 ના નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર ( ટે ) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સોલીડ વેસ્ટ મેને. શાખા ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીને નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જામનગર શહેરના એરપોર્ટ ગેઈટ થી ખંભાળીયા હાઈવે ને જોડતા રોડ ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. દ્વારા ડેવલોપ અને બ્યુટીફીકેશન કરવાના કામનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરકાર ના હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રી વ્યાપી ઉજવણીના કાર્યક્રમ અંતગર્ત સરકાર ધ્વારા નિયત કરવામાં આવેલ સાટીન મટીરીયલ્સ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે પી.વી.સી અને લાકડાની સ્ટીક સપ્લાય કરવાના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂા. 45.10 લાખ નું તોતિંગ ખર્ચ મંજુર કરવા આવ્યું હતું.

વડાપ્રધાન ની જામનગર ની મુલાકાત સમયે કરવામાં આવેલ ખર્ચ માટે રૂૂા. 17.39 લાખ મંજુર મંજૂર કરવામાં આવ્યા હતા સમર્પણ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા (2 વર્ષ માટે) ના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત રી-ટેન્ડર કરવા ના નિર્ણય લેવાયો હતો.

શહેરના જુદા જુદા 10 ઈ.એસ.આર. ઉપર ક્રોમ્પેહેન્સીવના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામે રૂૂા. 27 લાખ , જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફટ આધારિત ગાર્બેજ કલેકશનનું કામ ઝોન-1 (વોર્ડ નં. 1થી 8) તથા ઝોન-2 (વોર્ડ નં. 9 થી 16) અન્વયે રૂૂા. 267.21 કરોડ ઉપરાંત વહીવટી ચાર્જ મંજુર. કરવામાં આવ્યો હતો.
સ્વામીનારાયણનગર થી ગાંધીનગર ગ્રોફેડ મીલ સુધીના ડી.પી. રોડ પર સી.સી. રોડના કામ અંગે રૂૂા. 8.04 કરોડ અને વોર્ડ નં.2, ગાંધીનગર, ગોકુલધામ (ડી.પી. રોડ) થી શક્તિ માતાજીના મંદિર પાછળ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂૂા. 3.83 કરોડ ના ખર્ચ ને મંજુર રાખવામા આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય દસ દરખાસ્તો અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી જેમાં સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 11) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 2.50 કરોડ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. 10) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂા. 2.50 કરોડ મંજુર કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *