દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સહિતના મુદ્દે 255 કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત રીતે થતા ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે…

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજના બિનઅધિકૃત રીતે થતા ખનન, વહન અને સંગ્રહ અટકાવવા વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજ ચોરી પકડવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા ભુસ્તરશાસ્ત્રીની સુચનાથી જિલ્લામાં સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી કરી, નાણાકીય વર્ષ: 2025-26 માં એપ્રિલથી ડીસેમ્બર-25 સુધીમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 255 કેસ પકડીને રૂૂ. 303.45 લાખની વસુલાત કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે ડીસેમ્બર-24 સુધીમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 182 કેસ પકડી રૂૂ. 197.80 લાખની વસુલાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં ગયા વર્ષની સરખામણી આ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોમાં 150 % કરતા વધારે દંડનીય વસુલાત હાથ ધરવામાં આવી છે. વધુમાં જિલ્લામાં ખનીજ સંબધિત રોયલ્ટીની આવક ધ્યાને લેતા ચાલુ વર્ષમાં ડીસેમ્બર-25 સુધીમાં રૂૂ. 5304.07 લાખની આવક થવા પામી છે. જ્યારે ગયા વર્ષે ડીસેમ્બર-24 સુધીમાં આ આવકની રકમ રૂૂ. 4045.70 લાખ થઈ હતી. આમ, ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં સરકારને રોયલ્ટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *