કાલે ગુજરાતમાં 25 હજાર બેંક કર્મચારીઓની હડતાળ

ગુજરાતના બેંકિગ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ અને બેંકિગ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ કાલે રાષ્ટ્રવ્યાપી…

ગુજરાતના બેંકિગ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારની શ્રમ નીતિઓ અને બેંકિગ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ કાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળને કારણે સામાન્ય જનતાના રોજિદા બેંકિગ કાર્યો અને વેપારીઓના વ્યવહારો પર મોટી અસર પડવાની શક્યતા છે.

આ હડતાળમાં ગુજરાતના અંદાજે 25 હજાર જેટલા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (જઇઈં) સિવાયની લગભગ તમામ સરકારી બેંકો તેમજ ફેડરલ અને કર્ણાટકા બેંકના કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે. અંદાજ મુજબ, એક જ દિવસની આ હડતાળને કારણે રાજ્યમાં આશરે 15000 કરોડ રૂૂપિયાના ચેક ક્લિયરિગ અને અન્ય નાણાકીય વ્યવહારો અટવાઈ શકે છે. આર્થિક પાટનગર અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળશે.

હડતાળ પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા 29 જૂના શ્રમ કાયદાઓને બદલીને લાવવામાં આવેલા 4 નવા ‘લેબર કોડ’ છે. ટ્રેડ યુનિયનોનો આક્ષેપ છે કે આ નવા કાયદાઓથી મજૂર વર્ગના વર્ષો જૂના અધિકારો છીનવાઈ જશે. નવા નિયમો મુજબ માલિકોને કર્મચારીઓની છટણી કરવાની અને તાળાબંધી કરવાની વધુ સત્તા મળશે, જેનાથી કામદારોનું શોષણ વધશે. આ ઉપરાંત, યુનિયનો ચલાવવા અને હડતાળ કરવા જેવી લોકશાહી પ્રક્રિયાઓ પણ મુશ્કેલ બની જશે, જે યુવાનોના ભવિષ્ય માટે જોખમી ગણાવાઈ રહ્યું છે.

શ્રમ કાયદાઓ ઉપરાંત, બેંક કર્મચારીઓ લાંબા સમયથી ચાલી આવતી ‘5 દિવસનું બેંકિગ’ કરવાની માંગ પર પણ અડગ છે. બીજી તરફ, બેંક સંચાલકો કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે. યુનિયનો ઈંઉઇઈં બેંકના વેચાણ અને રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણના સરકારના પ્રયાસોનો સખત વિરોધ કરી રહ્યા છે. ઈંગઝઞઈ, અઈંઝઞઈ અને ઈઈંઝઞ સહિતના 10 મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો આ લડતમાં એકસાથે જોડાયા છે, જેના કારણે આગામી ગુરુવારે બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે પ્રભાવિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *