ઉના-ગીરગઢડાના 230 એગ્રો ડીલરોએ એક દિવસનો પાળેલો બંધ

ઉના અને ગીરગઢડા તાલુકાના ખાતર, દવા અને બિયારણના તમામ 230 ડીલરોએ સોમવારે એક દિવસનો સ્વૈચ્છિક પ્રતિકાત્મક બંધ પાળીને એકતા અને સંગઠનનું પ્રદર્શન કર્યું હતું. ઓલ…

ઉના અને ગીરગઢડા તાલુકાના ખાતર, દવા અને બિયારણના તમામ 230 ડીલરોએ સોમવારે એક દિવસનો સ્વૈચ્છિક પ્રતિકાત્મક બંધ પાળીને એકતા અને સંગઠનનું પ્રદર્શન કર્યું હતું. ઓલ ઈન્ડિયા એગ્રો ઇનપુટ એસોસિએશનના દેશવ્યાપી એલાનને સ્થાનિક ડીલરોએ બહાના વગર વેપાર-ધંધા સજ્જડ બંધ રાખીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

ડીલરોની મુખ્ય માંગણીઓ એ હતી કે કંપનીઓ દ્વારા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ બંધ કરવામાં આવે. ડીલરોના કમિશન/માર્જિનમાં વધારો કરવામાં આવે. ઙઘજ મશીનની જટિલ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. માલની ડિલિવરી માટે ઋઘછ સિસ્ટમ લાગુ કરવામાં આવે. ટ્રાન્સપોર્ટરોની જોહુકમી અટકાવવા માં આવે. સાથી પોર્ટલ ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ. દવા અને બિયારણના વેચાણમાં પડતી મુશ્કેલી ઓ દૂર કરી ડીલરોને કાનૂની સુરક્ષા આપવામાં આવે.

ઉના-ગીરગઢડા એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ ઝાલા અને મંત્રી મુકેશભાઈ ગાંધીએ તમામ 230ડીલરો નો સહકાર બદલ આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. કારોબારી સભ્યોને પોતાના વિસ્તારમાં સંગઠનના આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપી હતી. એગ્રો ઇનપુટ વિક્રેતાઓને પડતી મુશ્કેલીઓ સરકાર અને કંપનીઓ સુધી પહોંચાડવા તથા સંગઠનની એકતા દર્શાવવા આ પ્રતિકાત્મક બંધ પાળવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *