રવિવારે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા છે. છ ઘાયલોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 19 મૃતદેહોની ઓળખ થઈ છે. તેમાં 16 મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માત સમયે, 30 કામદારો ફેક્ટરીમાં ફરજ પર હતા.
સમાચાર એજન્સી અગઈં અનુસાર, બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પોલીસ, ફાયર અને બચાવ ટીમના 13 કર્મચારીઓ ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના આગળના ભાગમાં થયો હતો, જ્યાં કામદારો ગનપાઉડર સંભાળી રહ્યા હતા. વહીવટીતંત્રે ઋઈંછ નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે. પરિસ્થિતિની દેખરેખ માટે એક વરિષ્ઠ ઈંઅજ અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ’એકસ’ પર પોસ્ટ કર્યું: “જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.” હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને એકસ પર લખ્યું: “હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં મંત્રીઓને તાત્કાલિક અકસ્માત સ્થળ પર જવા નિર્દેશ આપ્યો છે. વધુમાં, મેં જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે અને જરૂૂરી તમામ સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે.”
આ પહેલા, 13 એપ્રિલના રોજ, વિરુધુનગરમાં સત્તુર નજીક સથિરાપટ્ટી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે કામદારોએ જીવ ગુમાવ્યા હતા. પાંડી નામના એક કામદારનું દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે કરુપ્પાસ્વામી (33)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
