રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં જાહેર થશે રોકાણ, કેશોદ એરપોર્ટનો રનવે લંબાવાશે
જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતનું જે બીજ રોપ્યું હતું, તે આજે વટવૃક્ષ બનીને જિલ્લા સ્તરે પણ ફેલાયું છે. જૂનાગઢમાં આયોજિત ’ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ’માં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે જુદા-જુદા ક્ષેત્રોમાં કુલ 1209 કરોડ રૂૂપિયાના મૂડી રોકાણ માટે 218 એમઓયુ (MOUs) કરવામાં આવ્યા છે. આ રોકાણથી આગામી સમયમાં જિલ્લામાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે.
જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 MOU થયા છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ અને તકનીકી ક્ષેત્રે 144 કરોડના 55 ખઘઞ, મિનરલ અને માઇનિંગ ક્ષેત્રમાં 403 કરોડના 41 ખઘઞ, ટૂરિઝમ ક્ષેત્રે 114 કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 175 કરોડના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ સમિટમાં હેલ્થ, હોસ્પિટલ અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના રોકાણોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં સી-ફૂડ, સ્પાઈસીસ અને ફૂડ પ્રોસેસિંગની પ્રોડક્ટ્સ આજે વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ થાય છે. ગિરનાર રોપ-વે અને એશિયાટિક સિંહને કારણે પ્રવાસનને મોટો વેગ મળ્યો છે. નેશનલ હાઇવે, વંદે ભારત ટ્રેન અને કેશોદ એરપોર્ટના વિસ્તરણ જેવી સુવિધાઓથી ઉદ્યોગો માટે પાયાની જરૂૂરિયાતો મજબૂત બની છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે આ સમિટ ’વોકલ ફોર લોકલ’ અને ’લોકલ ટુ ગ્લોબલ’ના અભિગમને ચરિતાર્થ કરે છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, જૂનાગઢ ખેતી અને પ્રવાસન આધારિત જિલ્લો હોવાથી એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સી-ફૂડ ઉદ્યોગને વેગ આપવા માટે 22 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી છે. કેશોદ એરપોર્ટના રન-વેને 1.5 કિમીથી વધારી 2.5 કિમી કરવામાં આવશે, જેનાથી કાર્ગો સુવિધા વધશે અને સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાને મોટો ફાયદો થશે.
સી-ફૂડ ઉદ્યોગને વેગ આપવા માટે 22 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓથી યુવાનો હવે જોબ સિકર નહીં પણ જોબ ગિવર બની રહ્યા છે. કાર્યક્રમમાં સ્થાનિક ઉત્પાદનોનું એક્ઝિબિશન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે એઆઈ (અઈં) અને સ્ટાર્ટઅપ વિષય પર સેમિનાર પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, કમિશનર તેજસ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
