અમદાવાદમાં વગર ટામેટાએ બનાવેલું 2000 કિલો કેચઅપ ઝડપાયું

  શહેરમાં ખાદ્ય સુરક્ષાને લગતો એક ગંભીર કેસ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ સેફ્ટી વિભાગે ગુરુવારે પીરાણા રોડ પર આવેલા…

 

શહેરમાં ખાદ્ય સુરક્ષાને લગતો એક ગંભીર કેસ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ સેફ્ટી વિભાગે ગુરુવારે પીરાણા રોડ પર આવેલા MJF Food નામના એકમને સીલ કરી દીધો છે. આ એકમમાં ટામેટા વગરનું કેચઅપ જેવું ઉત્પાદન બનાવવામાં આવતું હતું અને તેને ‘Tasty Snack Touchup’ નામે વેચવામાં આવતું હતું. તપાસ દરમિયાન લગભગ 2,000 કિલો કાચો માલ અને તૈયાર માલ જપ્ત કરવામાં આવ્યો છે.

AMCની ટીમે ઉત્પાદન પ્રક્રિયા તપાસતાં જાણવા મળ્યું કે આ સોસમાં મુખ્ય ઘટક તરીકે બટાકાના ફ્લેક્સ (પોટેટો ફ્લેક્સ) અને કોર્ન ફ્લોરનો ઉપયોગ થતો હતો. કોઈપણ તબક્કે ટામેટાનો ઉપયોગ થતો ન હતો, છતાં તૈયાર ઉત્પાદન દેખાવ અને બનાવટમાં ટોમેટો કેચઅપ જેવું જ લાગતું હતું. અધિકારીઓનું કહેવું છે કે આ ઉત્પાદન સેન્ડવિચ અને બર્ગરમાં ટોમેટો કેચઅપ તરીકે વેચાતું હોવાની શંકા છે. 5 કિલોનો પેક માત્ર 100 રૂૂપિયામાં વેચાતો હતો.

AMCના નિવેદન મુજબ, આ એકમમાં બનતું તૈયાર ઉત્પાદન દેખાવ અને ટેક્સ્ચરમાં ટોમેટો કેચઅપ જેવું લાગતું હોવાથી ગ્રાહકો તેને ટામેટાથી બનેલું માની લેવાની શક્યતા છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની આ સંભાવના જોતાં ઉત્પાદનની રજૂઆત અને લેબલની વિગતોની તપાસ શરૂૂ કરવામાં આવી. લેબલ પર પાણી, વેજિટેબલ પલ્પ (10%), સ્ટેબિલાઇઝિંગ એજન્ટ (INS-1422, INS-415),, આયોડાઇઝ્ડ સોલ્ટ, એસિડિટી રેગ્યુલેટર (INS-260), લાલ મરચાંનો પાવડર અને મસાલા જેવા ઘટકો દર્શાવેલા હતા.એકમ પર દર્શાવેલા FSSAI રજિસ્ટ્રેશન નંબરમાં પણ વિસંગતતા જોવા મળી. રજિસ્ટ્રેશનમાં MJF Foodનું નામ અને સરનામું (સર્વે નં. 141/142/143, પ્લોટ નં. 150 પાઈકી, સબ-પ્લોટ નં. 20, લકી એસ્ટેટ, પીરાણા સ્યુએજ ફાર્મ રોડ, બેહરામપુરા) દર્શાવેલું હતું, પરંતુ વાસ્તવિક વ્યવસાયિક એકમ સાથે તે મેળ ખાતું ન હતું. વધુ તપાસ ચાલુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં ટેસ્ટી સ્નેક્સ ટચઅપ તરીકે વપરાતા ટોમેટો સોસના યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસે કોઈ લાઇસન્સ ન હતું. જે જગ્યાના નામ ઉપર લાયસન્સ લઈને વેચાણ કરવામાં આવતું હતું તેનું સરનામું ખોટું હતું. જેથી કોઈપણ લાયસન્સ વિના આ જગ્યા ઉપર ટોમેટા સોસનું ઉત્પાદન કરવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *