અબડાસાના દરિયાકિનારે ચરસના 20 પેકેટ મળી આવ્યા, 12 દિવસમાં 70.50 કરોડનું ચરસ મળ્યું

અબડાસાના ખુઅડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ સાથે, કચ્છના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં…

અબડાસાના ખુઅડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ સાથે, કચ્છના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં કુલ રૂૂ. 70.50 કરોડનું 141કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.

કોઠારા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ગઈકાલે સવારે સ્થાનિક પોલીસ અને એસઓજીના કર્મચારીઓ ખુઅડાના દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા હતા, જે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જખૌ મરીન પોલીસ, એસઓજી અને સ્ટેટ આઈબીના કર્મચારીઓ સૈયદ સુલેમાનપીર ટાપુના દરિયાકિનારા વિસ્તારમાં બાઈક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ પેટ્રોલિંગ દરમિયાન તેમને પણ ચરસના 10 પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. આ પેકેટો પણ કબજે કરીને ચકાસણી માટે મોકલવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. 1લી તારીખથી દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં બીએસએફ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા ચરસ મળવાનો સિલસિલો ચાલુ છે. આ અંતર્ગત, જખૌ પોલીસે ખિદરત ટાપુ પરથી 10, શિયાળબારાના દરિયાકિનારેથી 10, અને રાપર ગઢમાંથી 2 પેકેટ જપ્ત કર્યા હતા.

બીએસએફ દ્વારા મોટા પીર બેટ પરથી 7, સુગર બેટ પરથી 10 અને ફરી સુગર બેટ પરથી 10, તેમજ શિયાળ ક્રીકમાંથી 10 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. માંડવી પોલીસે પાંચોટિયાના દરિયાકિનારેથી 7 પેકેટ, નલિયા પોલીસે કુંડીબેટ પરથી 10 પેકેટ અને નારાયણ સરોવર પોલીસે 3 પેકેટ જપ્ત કર્યા હતા. કોસ્ટગાર્ડની ટીમે શેખરણપીર પરથી 20 અને બોયા ટાપુ પરથી વધુ 20 પેકેટ કબજે કર્યા હતા. આજના 20 પેકેટ સાથે કુલ 141કિલો ચરસ જપ્ત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *