રાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જે

મવડી, રૈયા રોડ, કાલાવડ રોડ, જંકશન, સંતકબીર, પેડક રોડ, પરાબજાર, પુષ્કરધામ સહીતના વિસ્તારમાં ધોંસ બોલાવાઇ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 થી 31…

મવડી, રૈયા રોડ, કાલાવડ રોડ, જંકશન, સંતકબીર, પેડક રોડ, પરાબજાર, પુષ્કરધામ સહીતના વિસ્તારમાં ધોંસ બોલાવાઇ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 થી 31 દરમ્યાન શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો/લીલુ તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1933 દબાણ જપ્ત કરાયા હતા.

શહેરના સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી, અવધ ઢારીયા ની સામે કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ભક્તિનગર સર્કલ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 111 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

જયારે સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, અવધ ઢારીયા ની સામે કાલાવડ રોડ, રામાપીર ચોકડી, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડપાસેથી જુદી-જુદી અન્ય 391 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, એ.જી.ચોક, 150 રિંગ રોડ,રૈયાધાર રોડ,રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરાબજાર, પરાબજાર પાસેથી 1981 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂૂ.1,27,750 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. 80 ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ,ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ,ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.4,64,670 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીના વિસ્તાર પરથી 1933 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે. કુલ 4 લાખ 64 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *