સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા દેશભરમાંથી પોલીસ વિભાગ માટે ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ દેશભરના સુરક્ષાકર્મીઓ માટે પ્રતિષ્ઠિત પોલીસ પદકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત પોલીસ દળના શિરે વધુ એક ગૌરવવંતુ પુષ્પ ઉમેરાયું છે. ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યના બે તેજસ્વી પોલીસ અધિકારીઓને તેમની દીર્ઘકાલીન અને નિષ્કલંક સેવાઓ બદલ ’વિશિષ્ટ સેવા મેડલ’થી નવાજવામાં આવશે. આ અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારાઓમાં વરિષ્ઠ આઈપીએસ (IPS ) અધિકારી અમિત વિશ્વકર્મા અને ડીવાયએસપી (DySP) બહાદુર સિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓએ પોતાની લાંબી કારકિર્દી દરમિયાન દાખવેલી વફાદારી અને કુશળ નેતૃત્વની કેન્દ્ર સરકારે સત્તાવાર નોંધ લીધી છે.
આ ઉપરાંત, ફરજ પ્રત્યે સમર્પણ દાખવનાર રાજ્યના અન્ય 17 પોલીસ જવાનો અને અધિકારીઓની ’પ્રશંસનીય સેવા મેડલ’ માટે પસંદગી કરાઈ છે. આ યાદીમાં આઈજી (IG) સૌરભ તોલંબિયા, ડીવાયએસપી કે.એલ. વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. કોલી તેમજ પીએસઆઈ (PSI) બી.એમ. સોલંકી સહિતના કુશળ અધિકારીઓ ચમક્યા છે. આ તમામ અધિકારીઓ અને જવાનોએ વિવિધ ગુનાખોરી ડામવામાં, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા આંતરિક સુરક્ષામાં આપેલું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ મળેલી આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિથી ગુજરાત પોલીસનું નામ વધુ એકવાર રોશન થયું છે.
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનાર અધિકારી-કર્મચારી
નં. અધિકારી-કર્મચારીઓનું નામ હોદ્દો
1 અમિતકુમાર કિશોર વિશ્વકર્મા (ઈંઙજ) ઍડિશનલ ડિરેક્ટર જનરલ
2 બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
3 સૌરભ દૌલલ તોલુમ્બિયા ઇન્સ્પેક્ટર જનરલ
4 કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ
5 બાબાભાઈ રામજીભાઈ કોળી ઇન્સ્પેક્ટર
6 બલવંતસિંહજી મોતીસિંહજી સોલંકી આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
7 દિલીપસિંહ કીર્તિસિંહ રાણા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
8 સંદીપ મહેન્દ્રભાઈ પટેલ સબ ઈન્સ્પેક્ટર
9 જયસિંહ ઘનશ્યામસિંહ રાજ સબ ઈન્સ્પેક્ટર
10 દિનેશકુમાર મણીભાઈ પટેલ સબ ઇન્સ્પેક્ટર
11 અનિલ શિવરામન નાયર સબ ઇન્સ્પેક્ટર
12 નાનજી તારશીભાઈ અઘેરા આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
13 સબ્બીરખાન કરીમખાન ઠેબા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
14 અજય પ્રહલાદભાઈ ઓઝા હેડ કોન્સ્ટેબલ
15 તરુણસિંહ ગણપતસિંહ સોલંકી હેડ કોન્સ્ટેબલ
16 ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા સબ ઇન્સ્પેક્ટર
17 રાજેશકુમાર કરશનભાઈ મીર હેડ કોન્સ્ટેબલ
18 ભરતસિંહ નટવરસિંહ વાઘેલા સબ ઈન્સ્પેક્ટર
19 કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર
