મુસાફરોની સુવિધા, બહેતર રેલ કનેક્ટિવિટી તથા આધુનિક રેલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં રેલ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર 22926/22925 ઓખા-અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન અને ટાઇમ ટેબલમાં ફેરફાર તથા માર્ગમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે.
આ સુધારેલી વ્યવસ્થા 17 ઓગસ્ટ, 2026 થી અમલમાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદને બદલે સાબરમતી (જેલ સાઇડ) જઇઝ રહેશે. જેમાં ટ્રેન નંબર 22926 ઓખાસાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ઓખાથી 16:45 વાગ્યે ઉપડશે.
આ ટ્રેન 19:44 વાગ્યે રાજકોટ પહોંચશે અને 19:49 વાગ્યે ઉપડશે. આંબલી રોડ સ્ટેશન પર 22:40 વાગ્યે પહોંચશે અને 22:42 વાગ્યે ઉપડશે તથા 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 22925 સાબરમતીઓખા વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટ, 2026 થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સાબરમતીથી સવારે 06:15 વાગ્યે ઉપડશે. તે આંબલી રોડ સ્ટેશન પર 06:23 વાગ્યે પહોંચશે અને 06:25 વાગ્યે ઉપડશે. ત્યારબાદ રાજકોટ 09:31 વાગ્યે પહોંચશે અને 09:36 વાગ્યે ઉપડશે તથા 13:20 વાગ્યે ઓખા પહોંચશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના સંબંધિત અદ્યતન માહિતી માટે મુસાફરો ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.
