રાજકોટના ચાર સહિત 183 જજને પ્રમોશન

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ કેડર અને સિવિલ જજ જેએમએફસી કેડરના કુલ 183 જેટલા ન્યાયાધીશોની બઢતીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સિનિયર સિવિલ…

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ કેડર અને સિવિલ જજ જેએમએફસી કેડરના કુલ 183 જેટલા ન્યાયાધીશોની બઢતીની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સિનિયર સિવિલ જજ કેડરમાંથી ચાર જ્જીસને ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજ જેએમ એફસીમાંથી ચારને સિનિયર સિવિલ જજ તરીકેનો યાદીમાં સમાવેશ થાય છે.

આ અંગે ગુજરાત હાઈકોર્ટ રિક્રુટમેન્ટ રજિસ્ટ્રારે બહાર પાડેલી યાદી મુજબ જિલ્લા ન્યાયાધીશ કેડરમાં 50 ટકા કવોટામાં રેગ્યુલર પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સિનિયર સિવિલ જજ કેડરમાં 90% કવોટા મુજબ બઢતીઓ જાહેર કરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ જજ તરીકે જેમને સિનિયર સિવિલ જજ કેડરમાંથી બઢતી જાહેર કરવામાં આવી છે, તેમાં રાજકોટના સી.વી. રાણા, એસ.પી. દુલેરા, પી.એમ. શાહ અને જે. એમ. ગજ્જર (ગોંડલ) વગેરે ચાર સહિત રાજ્યના કુલ 55 સિનિયર સિવિલ જજનો સમાવેશ થાય છે.

જ્યારે સિવિલ જજ, જેએમએફસી કેડરમાંથી જેમને સિનિયર સિવિલ જજ બનાવવામાં આવનાર છે, તેમાં રાજકોટના પીએસ રોંદલ, સુનિલ ચૌધરી, ગૌરવ શર્મા, પી.એલ. રાઠોડ સહિત રાજ્યના 83 જ્જીસનો બઢતી યાદીમાં સમાવેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *