રાજકોટ જિલ્લામાં જમીનના નિયમો વિરુદ્ધ જઈને બિનઅધિકૃત રીતે વાણિજ્યિક ઉપયોગ કરવા, હેતુફેર કરવા અને શરતોનો ભંગ કરવાના ગંભીર કિસ્સાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. લેન્ડ રેવન્યુ કોડ ની કલમ 65 તથા 66 હેઠળ તા. 25/03/2025 થી તા. 16/07/2025 ના સમયગાળા દરમિયાન જિલ્લામાં શરતભંગના 18 મામલાઓ બહાર આવ્યા છે. જિલ્લામાં જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનાર આસામીઓ અને સંચાલકો સામે તંત્ર દ્વારા કુલ રૂૂ. 2,18,11,435/- જેટલો માતબર દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અને વિગતો મુજબ, રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં ખેતીની જમીનનો બિનખેતી કર્યા વગર કે પછી મંજૂર થયેલી શરતોથી વિપરીત જઈને કોમર્શિયલ ઉપયોગ, પાર્ટી પ્લોટ, હોટેલ, સ્પોટ્સ કોમ્પ્લેક્સ, ઓઇલ મિલ તેમજ ધાર્મિક બાંધકામ જેવા વિવિધ હેતુઓ માટે મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં ખોખડદળ (રાજકોટ તાલુકો) – અંદાજિત દંડની રકમ: 2,77,530,મુજકા (રાજકોટ તાલુકો) – અંદાજિત દંડની રકમ: 1,10,845, મુજકા (રાજકોટ તાલુકો) – અંદાજિત દંડની રકમ: 24,77,380,આટકોટ (જસદણ) – અંદાજિત દંડની રકમ: 12,141, પાળ (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 7,46,230, આટકોટ (જસદણ) – અંદાજિત દંડની રકમ: 7,686, જેતપુર-1 – અંદાજિત દંડની રકમ: 13,20,270, નવાગામ (જસદણ) – અંદાજિત દંડની રકમ: 4,864/, ફરેણી (તા. ધોરાજી) – અંદાજિત દંડની રકમ: 46,200, પારડી (તા.લોધીકા) – અંદાજિત દંડની રકમ: 5,28,000, પાળ (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 10,85,780, ઢોલરા (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 4,04,910, ઢોલરા (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 6,14,100, રૈયા-4 (રાજકોટ પશ્ચિમ) – અંદાજિત દંડની રકમ: 33,12,27, પાળ (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 27,26,010 ક્રમ 16: પાળ (લોધીકા) – અંદાજિત દંડની રકમ: 27,26,010, ખોખડદળ (રાજકોટ તાલુકો) – અંદાજિત દંડની રકમ: 4,61,016, રાજકોટ-4 (રાજકોટ દક્ષિણ) – અંદાજિત દંડની રકમ: 48,50,760 સહિતના કુલ દંડની રકમ: 2,18,11,435 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
