રાજકોટના કેતન ખપેડ સહીત 17 RTOની બદલી

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે આરટીઓની બઢતી સાથે બદલી કરી છે. રાજ્યના મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા 17 જેટલા…

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે આરટીઓની બઢતી સાથે બદલી કરી છે. રાજ્યના મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા 17 જેટલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-1) તરીકે બઢતી આપી તેમની બદલીના આદેશ કરાયા છે.

રાજકોટ ખાતે કાર્યરત કેતનકુમાર મથુરભાઈ ખપેડની વડોદરા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યા પર ભાવનગરના આર.ટી.ઓ. ઇન્દ્રજિત સુરેશભાઈ ટાંકને રાજકોટના નવા આર.ટી.ઓ. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના હાર્દિકકુમાર પટેલની પાટણ ખાતે બદલી કરાઈ છે. જૈમિનકુમાર ચૌધરીની બદલી પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. સુરતના આકાશ પટેલની નવસારી બદલી થઈ છે.ભાવનગરના ઇન્દ્રજિત ટાંકની રાજકોટ બદલી કરવામાં આવી છે. આ તમામ બઢતી અને બદલીના હુકમોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવું ઓર્ડરમાં જણાવાયું છે.

બઢતી મેળવનાર અધિકારીઓ અને તેમનું નવું નિમણૂક સ્થળ
* પ્રતિક બાબુભાઈ લાઠીયા: આર.ટી.ઓ., બારડોલીથી બદલી કરી આર.ટી.ઓ., વલસાડ ખાતે નિમણૂક.
* કનકસિંહ દેવીસિંહ પરમાર: આર.ટી.ઓ., અમદાવાદ (પૂર્વ) થી આર.ટી.ઓ., ગાંધીનગર.
* વિનીતા હેમરાજ યાદવ: વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., મહેસાણા.
* હાર્દિકકુમાર અરવિંદભાઈ પટેલ: આર.ટી.ઓ., અમદાવાદથી આર.ટી.ઓ., પાટણ.
* આકાશ મહેન્દ્રભાઈ પટેલ: આર.ટી.ઓ., સુરતથી આર.ટી.ઓ., નવસારી.
* કેતનકુમાર મથુરભાઈ ખપેડ: આર.ટી.ઓ., રાજકોટથી આર.ટી.ઓ., વડોદરા.
* જીગર કૌશિકકુમાર કા. પટેલ: આર.ટી.ઓ., વડોદરાથી આર.ટી.ઓ., હિંમતનગર.
* જેમિનકુમાર જેઠાભાઈ ચૌધરી: આર.ટી.ઓ., પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર.
* દિપસંગભાઈ કનુભાઈ ચાવડા: એ.આર.ટી.ઓ., બોટાદથી આર.ટી.ઓ., આણંદ.
* મિતેષ નરેન્દ્ર બંગાલે: આર.ટી.ઓ., ભરૂૂચથી આર.ટી.ઓ., નડિયાદ.
* ચિંતન દશરથભાઈ પટેલ: આર.ટી.ઓ., દાહોદથી આર.ટી.ઓ., બારડોલી.
* ઉત્તમ બાબુલાલ સોલંકી: વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરથી આર.ટી.ઓ., પાલનપુર.
* તપનકુમાર ભુપેન્દ્રભાઈ મકવાણા: આર.ટી.ઓ., હિંમતનગરથી આર.ટી.ઓ., મોરબી.
* જીગર કનુભાઈ પટેલ: આર.ટી.ઓ., પાલનપુરથી ગુજરાત રોડ સેફટી ઓથોરીટી, ગાંધીનગર.
* સ્વપ્નિલકુમાર મનુભાઈ પટેલ: આર.ટી.ઓ., મહેસાણાથી આર.ટી.ઓ., બાવળા.
* ઈન્દ્રજીત સુરેશભાઈ ટાંક: આર.ટી.ઓ., ભાવનગરથી આર.ટી.ઓ., રાજકોટ.
* શૈશવ કનુભાઈ ગામીત: એ.આર.ટી.ઓ., વ્યારાથી આર.ટી.ઓ., દાહોદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *