ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં 1 થી 9 વોર્ડ આવેલા છે તાજેતરમાં મુખ્યમંત્રી સ્વરિંગ રોજગારની જુદા જુદા ત્રણ હેડથી કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાના વિકાસ માટે આવેલી હતી આ ગ્રાન્ટની તાજેતરની સામાન્ય સભા બોલાવવામાં આવી તેની વહેંચણી કરવામાં આવતા વોર્ડ નંબર નવમાં એક પણ રૂૂપિયાની ગ્રાન્ટ ન ફાળવતા વોર્ડ નંબર નવ માં રહેતા નાગરિકોમાં રોશની લાગણી જન્મી હતી અને આ રોસ આજે પરાકાષ્ટાએ પહોંચ્યો હતો.
આ વોર્ડના નગરપાલિકાના સભ્ય ઇમરાન મિયા પીરજાદાની આગેવાનીમાં વોર્ડ નંબર નવના જેટલા નગરજનો બેનરો સાથે ઉપલેટા નગરપાલિકે પહોંચ્યા હતા ગઈકાલે જ પ્રમુખ અને ચીફ ઓફિસરને નગરપાલિકાના સદસ્યે પોતે 2:00 વાગે આપતા હોવાના જાણ કરેલ હોવા છતાં બે વાગ્યા પહેલા જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઓફિસ છોડી અને ચાલ્યા ગયા હતા.
આમ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે ઓફિસ છોડી ચાલ્યા જતા આ નગરજનો વધારે રસ ભરાયા હતા અને નગરપાલિકામાં ધામા નાખી જ્યાં સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર આવે અને અમને સાંભળે નહીં અને અમારો આવેદનપત્ર લઈને ત્યાં સુધી ઓફિસ છોડશું નહીં એવી ચીમકી આપી નગરપાલિકા ઓફિસમાં બેસી ગયા હતા.
આ અંગે નગરપાલિકાના સદસ્ય ઇમરાન મિયા પીરજાદે જણાવેલ છે કે ઉપલેટા નગરપાલિકા ભાજપની છે અને અમારો વોર્ડ નંબર નવ મુસ્લિમ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તારમાં એક પણ રૂૂપિયાની ગ્રાન્ટ ન આપી. અમારા વિસ્તારને નગરપાલિકા અન્યાય કર્યો છે આ અંગે અમે નગરપાલિકા નિયામક કલેકટર ડેપ્યુટી કલેક્ટર સાઈટના અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલા ન ભરવામાં આવતા અમારા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો આજે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપી અમારા વોર્ડમાં જે અન્યાય કરવામાં આવેલ છે ત્યાં દૂર કરવાની અને જે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે તેમાં ફેરવે ચરણ કરી અમારા વોર્ડને આગે પડતી ગ્રાન્ટ આપવા માંગણી કરનાર છીએ
