ગોંડલના અનિડા ભાલોડી ગામનો 15 વર્ષીય કિશોર પ્રિન્સ ગત 23 ડિસેમ્બર, 2025ના રોજ શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફર્યો નથી. ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો પ્રિન્સ ગુમ થતાં પરિવારમાં ચિંતા વ્યાપી છે. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.
પ્રિન્સ છેલ્લે ગોંડલની ગંગોત્રી સ્કૂલ પાસેના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. તે સમયે તેણે કાળા રંગનું જેકેટ, કાળા રંગનું પેન્ટ અને સ્કૂલના બૂટ પહેર્યા હતા. તેની ઉંમર 15 વર્ષ અને 11 મહિના છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈને પ્રિન્સ અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક ગોંડલ પોલીસનો સંપર્ક કરવો. સંપર્ક માટેના નંબર 6359625709, 9429247942 અને પીએસઆઈ એસ.વી. ડાંગર (ગોંડલ બી ડિવિઝન) 97234 50216 છે. પોલીસે આ માહિતી વધુમાં વધુ શેર કરવા પણ વિનંતી કરી છે.
