મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી આજે ત્રણેય ઝોનમાં વધુ 15 મિલ્કત સીલ કરી 12 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા બાદ સ્થળ પર રૂા. 41.70 લાખની વસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ શેરી નં-4માં પટેલ ઇન્ટીરીયર પ્રોડક્ટ ને નોટીસ સામે રિકવરી રૂૂ.70,000, મોરબી રોડ પર શાનદાર રેસીડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-1 ને સીલ મારેલ બાકી માંગણું 57,253, રણછોડનગર સોસાયટીમાં ગુરુકૃપા નજીક 1-યુનીટ સામે નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.72,446, પેડક રોડ પર ટાગોર વિદ્યાલય સામે ઓફીસ નં-1,2,3 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.50 લાખ, સુભાષરોડ પર સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર શોપ નં-304 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.94 લાખ, કડિયા નવાલીઈનમાં યોગી સ્મૃતિ માં થર્ડ ફ્લોર ઓફીસ નં-302 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.1.20 લાખ, કડિયા નવાલીઈનમાં યોગી સ્મૃતિ માં થર્ડ ફ્લોર ઓફીસ નં-301 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.3.38 લાખ, પંચનાથ પ્લોટમાં શેરી નં-15 માં રજકણ સેકંડ ફ્લોર ઓફીસ નં-207 ને સીલ મારેલ બાકી માંગણું રૂૂ.2.39 લાખ, સદર ભીલવાસ વિસ્તારમાં સ્પેકટ્રમ શોપ નં-2 ને સીલ મારેલ હતું.
વેરાવિભાગ દ્વારા નાના મૌવા મેઈન રોડ પર પાન એમ્પાયર ફોર્થ ફ્લોર ઓફીસ નં-403 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ1.35 લાખ, ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપ નજીક મર્સિડિઝ શો રૂૂમ સામે બ્લુ ડાર્ટ એક્ષ્પ્રેસ્સ લીમીટેડ ને નોટીસ સામે રિકવરી રૂૂ.3.00 લાખ, ગુંદાવાડી મેઈન રોડ ગોલ્ડ-7 કોમ્પ્લેક્ષ સામે 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.88,635,, ઢેબર રોડ પર રોયલ કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર ઓફીસ નં-328 ને સીલ મારેલ હતું. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
