પશ્ચિમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ગૌચર જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને તાલુકા વહીવટી તંત્રએ સંયુક્ત રીતે વિશાળ અભિયાન હાથ ધરી અંદાજે 1400 એકર સરકારી જમીન મુક્ત કરાવી છે. કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલા સરકારી સર્વે નંબરોમાં અસામાજિક તત્વો તેમજ અન્ય ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે ખેતી અને કબજો કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુડા તથા નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુધી પનિયા દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
તંત્રના રેકોર્ડ મુજબ કોઠારા અને ભેદી ગામની ગૌચર જમીનના વિવિધ સર્વે નંબરોમાં કુલ 52 જેટલા ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણોમાં ખેતી, વાડબંધી અને કબજાની અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. મુક્ત કરાવવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત રૂૂપિયા 42 કરોડથી વધુ હોવાનું તંત્રએ જણાવ્યું છે. કાર્યવાહીમાં સામેલ અન્ય ઇસમોમાં રામજી જોગી, જાડબ સોના, પીચુલા કરવાનજી, માંનસંગજી માજી, પાંચાણજી ભિમજી, કરીલા જીવદાજી સૌઠા, બાલુભા વિજી સૌઠા, કેશુભા પામ્યુલા લોઢા, રામસંગજી પાંચુલા સૌઠા, ચિત્રજી કુંવરજી સૌઠા, પંચાજી દેત્તરજી, વાઘજી દેશરજી, ગોલપરજી સોરા, સત્રજી કરવીરજી જાડેજા, જેમલજી ભાજી જાડેજા, જબરાજી ભોજરાજજી, મેરામદાજી માંગસંગજી, બાલુભા હરિસા, આશુભા ચીઢુલા જાડેજા, પાઠબા દેશરજી, કલ્યાણજી જેસંગજી, નામોરજી જેસલજી, અરજણજી મેગજી, નવગાજી વેરાજી, ઈશા રમજાન, રામસંગજી ડમજી, સાંમતજી તેજમાલજી સમેજા, નવગણજી રવાજી, નયુલા તેજમાલજી, માધુભા તેજપાલજી, વિરમંત્રજી પલંગજી જાડેજા, સમચંગ જેમા મંથરા, હતેસંગ જેવા લોઢા, ગની કચરા મંથરા, ભરતસિંહ મુરાજી, મિત્રાજી પ્રાગજી, પશુભા વાજી સહિતના અનેક નામોનો સમાવેશ થાય છે.
