પરિવારજનો મજૂરીએથી ઘરે આવ્યા ત્યારે પુત્રી લટકતી હતી: કારણ અંગે તપાસ
રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ગામે 14 વર્ષની તરૂૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ગામમાં અરેરાટી મચી ગઈ હતી.આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
વધુ વિગત મુજબ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રામપરા બેટી ગામે રહેતી હિરલ કાળુભાઇ તુરીખ (ઉ.વ.14) એ ગઈકાલે સાંજના છ વાગ્યે પોતાના ઘરે એકલી હતી ત્યાતે પંખાના હુકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મજૂરી કામે ગયેલ મોટી બહેન ઘરે પરત ફરી રૂૂમનો દરવાજો ખોલી જોતા નાની બહેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં આક્રંદ મચાવ્યો હતો.બનાવની જાણ થતાં મૃતકના માતા-પિતા અને પાડોશી દોડી આવ્યાં હતાં. બનાવ અંગે 108 ને જાણ કરતાં દોડી આવેલ ઇએમટીએ જોઈ તપાસી તરૂૂણીને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ આદરી હતી.મૃતક ચાર બહેન અને બે ભાઈમાં વચ્ચેટ હતી અને તેના માતા પિતા મજૂરીકામ કરે છે.બનાવથી પરીવારમાં શોક છવાયો હતો.