અલંગ ડિમોલિશન સામે 14 આસામીઓએ કોર્ટનો સ્ટે મેળવ્યો

અલંગ મા ડીમોલેશન પાર્ટ-2નો ગઈકાલે જબરજસ્ત વિરોધ નોંધાવ્યા બાદ આજે સવારે શિપ કટીંગ ની કાર્યવાહી મા શ્રમિકો જોડાશે કે નહીં તેવી અસંમજસતા વચ્ચે અલંગ સોસિયા…

અલંગ મા ડીમોલેશન પાર્ટ-2નો ગઈકાલે જબરજસ્ત વિરોધ નોંધાવ્યા બાદ આજે સવારે શિપ કટીંગ ની કાર્યવાહી મા શ્રમિકો જોડાશે કે નહીં તેવી અસંમજસતા વચ્ચે અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ મા જહાજ કટિંગ ની કામગીરી માટે આજે ગુજરાતી શ્રમિકો ગયા હતા.તેની સામે પરપ્રાંતીય શ્રમિકો મોટા ભાગના કામ થી અચોક્કસ મુદત ની હડતાળ ના પગલે અળગા રહ્યા નું અગ્રણી રવિરાજસિંહ ગોહિલ એ જણાવ્યું હતુ.આમ આજે પૂર્વ ઘોષણા મુજબ જહાજ કટીંગ નું કામ થોડા અંશે થયું હતું.

પરપ્રાંતીય શ્રમિકો કામે વળગી જાય તે માટે પો.સ.ઇ વાઢેર એ શ્રમિક યુનિયન સાથે મંત્રણા કરી હતી.જોકે આવતી કાલે રાબેતા મુજબજ શ્રમિકો કામે લાગી જશે કે કેમ એ પ્રશ્ન શિપ બ્રેકરો ને સતાવી રહ્યો છે.
તળાજા ડે. કલેક્ટર જે.આર.સોલંકી એ જણાવ્યું હતુ કે પ્લોટ નં.36-37 સામે ના જે વાણિજ્ય હેતુ વાળા ગેરકાયદેસર બાંધકામ વાળા ઈસમો છે તેવા 14 આસામીઓ એ હાઇકોર્ટના દ્વારે જતા તેઓને સ્ટે મળ્યો હોવાની વિગતો જાણવા મળી હોવાનું કહી ઉમેર્યું હતુંકે આવતીકાલે સવારે 10 વાગે ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશન-2 શરુ કરવામાં આવશે.જેને સ્ટે મળ્યો છે તે સિવાય ની જગ્યા ખુલ્લી કરવામાં આવશે.જેમાં પરપ્રાંતિયો ની ખોલીઓનો સમાવેશ થાય છે.આજે કેટલાક વીજ મીટર પણ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.

ડીમોલેશન પાર્ટ-2 હવે રાજકીય રંગ પણ પકડી રહ્યું છે.ગઈકાલે આવેદનપત્ર આપવા આવેલ અમુક ઈસમો દ્વારા જિલ્લાના એક રાજસ્વી વ્યક્તિ ના નામ જોગ નારા લગાવ્યા હતા.બાદ આજે સૂત્રો એ જણાવ્યું હતુ કે અલંગ સીટ 1 અને 2 જે તાલુકા પંચાયત ની છે અને જિલ્લા પંચાયત ની એક બેઠક આવે છે.અહીં છવીસ હજાર જેટલું મતદાન છે. આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવી રહી છે ત્યારે ડીમોલેશન ની અસર સાશક પક્ષ માટે નુકસાનકારક બની શકે છે.

ઉલ્લેખનીયછેકે ગઈકાલે ડે. કલેક્ટર ને અહીં જમીન ખુલ્લી કરાવી ને સરકાર શુ કરવા અને કેવા પ્રકારના વિકાસ કરવા માગે છે તેવા સવાલ કર્યા હતા.આજે આ વિષય ને લઈ વાત ફેલાઈ હતીકે રાજસ્વી વ્યક્તિ દ્વારા જ જગ્યા ખુલ્લી કરાવી ને પોતે ટોકન દરે લઈ મોંઘભાવે અન્ય ને આપવા માગે છે.દિલ્હી થી દબાણ હટાવવા ની સૂચના મળી હોવાની બીજી એક વાત પણ ફેલાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *