મનપાની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક ગુરુવારે, જમ્બો એજન્ડામાં 115 દરખાસ્ત રજૂ, અબજો રૂપિયાના ખર્ચને અપાશે બહાલી
મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી તા.11 માર્ચના રોજ પૂર્ણ થનાર હોય અગત્યના પ્રોજેકટ નવી બોર્ડીની રચના થાય તે પહેલા મંજૂર કરી કામ શરૂ થાય તે માટે આગામી ગુરુવારના રોજ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેકટની 115 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ જમ્બો એજન્ડા મંજૂર થતા શહેરને નવા રોડ સહિતના અબજો રૂપિયાના કામની ભેટ મળશે. જે પૈકી વેસ્ટ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 અને 12માં ડિઝાઇન રોડ તથા રી કાર્પેટ અને નવા રોડ બનાવવા તેમજ બે વર્ષ જાળવણી માટે ફકત એક ઝોનમાં રૂા.136 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે.
મનપાની ગુરુવાળે મળનાર જમ્બો સ્ટેન્ડિંગમાં 115 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં ફરી વખત મનપા દ્વારા છ પ્લોટની હરાજી કરી રૂા.280 કરોડની આવક ઉભી કરવામાં આવશે. તથા વાવડી વિસ્તારમાં સ્પોજ ગાર્ડન બનાવવા તથા મોટા મવામાં એનીમલ હોસ્પિટલ, નાણાવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ, તેમજ અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક તથા ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં નવી આંગણવાડી તથા કનક રોડ ઉપર નવુ ફાયર સ્ટેશન, વોર્ડ નં.4માં નવુ સ્પોર્ટસ સંકુલ, વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલનુ નવુ ભાડુ નક્કી કરવા મનહરપુરમાં નવુ આરોગ્ય કેન્દ્ર દ્વારકેશ પાર્કમાં નવુ આરોગ્ય કેન્દ્ર પે એન્ડ પાર્કિંગ માટે અલગ અલગ સ્થળ લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફિસ પાસે વેજીટેબલ માર્કેટ અને મનપાના કર્મચારીઓને તબીબી સહાય સહિતની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે.
સ્વર્ણિમ અંતર્ગત વધુ 256.44 કરોડની ગ્રાન્ટ મગાઇ
મનપા દ્વારા ચાલુ પ્રોજેકટ અને નવા સહિતના 89 કામો માટે સ્વર્ણિમ અંતર્ગત વધારાની 256.44 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરમાળખાકીય વિકાસનાં કામો માટે રૂ.734.00 કરોડ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના ગ્રાંટ હેઠળ રૂૂ.136.00 કરોડ તથા આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂૂ.160.00 કરોડ, કુલ મળી રૂ.1030.00 કરોડની દરખાસ્ત સ્થાયી સમિતિ ઠરાવ નં.78 તા.30/05/2025થી મંજુરી મેળવી સરકારની સૈધ્ધાંતિક મંજુરી મેળવવા અર્થે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને રજુ કરવામાં આવેલ હતી. જેની સામે સંદર્ભ 1થી ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કુલ રૂ.515.00 કરોડ મંજુર કરી રાજકોટ મહાનગરપાલિકાને ગ્રાંટ ફાળવણી કરવામાં આવેલ છે. વર્ષ: 2025-26 ને રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ વર્ષ તરીકે જાહેર કરેલ હોય, તેમજ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રીઝીયોનલ કોન્ફરન્સ તા.11 તથા 12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ હતી, જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચવેલ કામો ઉપરાંત વધારાના વિકાસ કામો કરવા જરૂૂરી હોય, જે કામો કરાવવા માટે મંજુર થયેલ રૂ.515.00 કરોડ થી વધુ ખર્ચ થશે. જે માટે રૂૂ. 256.44 કરોડની વધારાની ગ્રાંટની જરૂૂરીયાત છે. જે કામો હાલ ચાલુ છે.
મનહરપુરમાં બનશે 1.74 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર
રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.03 માં નવા ભળેલા વિસ્તારમાં આવેલ મનહરપુર વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામે GST સહિત રૂૂ.2,05,72,200/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત 524.00 ચો.મી.માં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓફીસ, મેડીકલ ઓફિસર રૂૂમ, ગાયનેક રૂૂમ, મેડીસીન રૂૂમ, લેડીઝ/જેન્ટસ ટોઇલેટ તથા ફર્સ્ટ ફ્લોરમાં પેન્ટ્રી, મિટિંગ રૂૂમ, લેબોરેટરી, ઓફીસ, સ્ટોર રૂૂમ સાથેના બિલ્ડીંગ બનાવવાનાં કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂૂ.1,74,34,100નુ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ગ્રીન રોડ માટે 220 કરોડનો ખર્ચ કરાશે
વર્ષ: 2025-26માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ માટે સંદર્ભ1 થી મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના હેઠળ રૂૂ.200.00 કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જે પરત્વે સંદર્ભ 2 થી રાજકોટ મહાનગરપાલિકા પાસેથી “મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના હેઠળની નિયમાનુસારની દરખાસ્ત મોકલી આપવા જણાવેલ હોય, જે પરત્વે સંદર્ભ 3 નાં સ્થાયી સમિતીનાં ઠરાવ થી રૂૂ.120.79 કરોડની દરખાસ્ત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ હતી. ત્યારબાદ આ કામ માટે સ્ટેટ ટેકનીકલ કમિટી (એસ.ટી.સી.) દ્વારા તા.09-01-2026નાં રોજ આ દરખાસ્ત અન્વયે ટેકનીકલ સ્ફુટીની કરવામાં આવેલ. જે અન્વયે આ કમિટી દ્વારા દરખાસ્ત અન્વયેનાં જરૂૂરી સુચનો સંદર્ભ 4નાં પત્ર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને મોકલવામાં આવેલ છે. જે અન્વયે આ કામે સમગ્ર 45.00 મીટર આર.ઓ.ડબલ્યુ. ડેવલપ કરવાનું તથા અન્ય સુચનો કરવામાં આવેલ હોય, જે મુજબ સંદર્ભ 3 થી થયેલ દરખાસ્તમાં સુચવેલ ખર્ચ કરતા વધુ ખર્ચ થશે. જે માટે સુધારા સાથેની રીવાઇઝ્ડ દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે.
કુવાડવા રોડ પર રૂા.30.56 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.4માં ટી.પી. સ્કીમ નં.12માં 50 ફૂટ ડી-માર્ટ રોડ પર આવેલ એફ.પી.-85 પ્લોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષડેવલપ કરવાના કામે કુલ જી.એસ.ટી. સહીત કુલ રૂૂા.30,56,00,000.00નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ અને આ કામે કુલ રૂૂા.25,54.50,598.00 (જી.એસ.ટી. સિવાય)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે. આ કામે 4686 ચો.મીનાં પ્લોટમાં આશરે 9500 ચો.મી.નાં બિલ્ટ-અપ એરીયામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બેઝમેન્ટ ખાતે 40 ફોર વ્હીલર પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે 18 ફોર વ્હીલર તેમજ 100 ટુ વ્હીલર માટેનું પાર્કિંગ ત્યારબાદ કોમન એડમીન ઓફીસ, વેઈટીંગ એરિયા, જીમ હોલ, બોર્ડ ગેમ્સ હોલ, યોગા હોલ, લેડીસ-જેન્ટસ ટોઇલેટ બ્લોક. ફર્સ્ટ ફ્લોર ખાતે કોમ્બેટ ગેમ્સ જેવી કે જુડો, બોક્સિંગ રીંગ, રેસલીંગ રીંગ, ટેકવુન્ડો રીંગ માટે હોલ તેમજ 10 મી.શુટિંગ રેન્જ માટે 23 પોઈન્ટ્સ ની સુવિધા અને જોવા માટેની ગેલેરી સાથેનો હોલ. સેક્ધડ ફ્લોર પર સ્ક્વોશ રમત માટે 02 કોર્ટની સુવિધાનાં બે અલગ અલગ હોલ, ટેબલ ટેનીસ માટે 07 ટેબલની સુવિધા સહીતનો એક હોલ. થર્ડ ફ્લોર પર બેડમિન્ટન રમત માટે 05 કોર્ટની સુવિધા સહિતનો એક હોલ કરવાના કામનો સમાવેશ થાય છે.
કર્મચારીઓને મળતી તબીબી સહાયમાં વધારો :નવી 21 સારવારનો સમાવેશ
મહાનગરપાલિકા દ્વારા તમામ વર્ગના કર્મચારીઓ અને તેમના પરિવારોને તબીબી સહાય આપવામાં આવે છે. કોઇપણ સારવાર માટે 1 લાખથી વધુ ખર્ચ હોય ત્યારે તેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મજૂરી અર્થે મોકલાય છે. જેના લીધે દરખાસ્તની યાદી લાંબી થતી હોય અને સમયનો બગાડ થતો હોય હવે મ્યુનિ.કમિશનરને વધુ પાવર આપી રૂા.1 લાખમાં 2 લાખનો વધારો કરી રૂા.3 લાખની સહાયનો નિર્ણય કમિશનર લઇ શકે તેવો પાવર આપવામાં આવ્યો છે. તેવી જ રીતે કર્મચારીઓ દ્વારા અમુક સારવારનો સમાવેશ તબીબી સહાયમાં કરવામાં આવે તેવી માંગ ઉઠેલ જેથી મ્યુનિ.કમિશનરે મગજ, આંખ, કરોડરજ્જુ, હૃદય, ફેફસાને લગતા 21 ગંભીર રોગોનો સમાવેશ કરી તેની સારવાર માટેનો ખર્ચ તંત્ર દ્વારા આપવામાં આવે તેવો ઠરાવ તૈયાર કરી દરખાસ્ત સ્ટેન્ડિંગમા રજૂ કરવામાં આવ્યો છે. મનપાના કર્મચારીઓને મળતી તબીબી સહાય પૈકી નવા રોગ અને સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મગજ, કરોડરજ્જુ તથા ચેતાતંત્રને લગત ગંભીર રોગો, આંખને લગત ગંભીર રોગો, કાન, નાક, મો તથા ગળાને લગત ગંભીર રોગો, હૃદય, ફેફસા તથા છાતીના ગંભીર રોગો, અજાનળી, જઠર, લીવર, સ્વાદુપિંડ, બરોળ અને આંતરડાને લગત પેટનાં ગંભીર રોગો, કીડની, મૂત્રાશય, પ્રોસ્ટેટ તથા યુરીનરી સિસ્ટમને લગત ગંભીર રોગો, શરીરના કોઈપણ અંગ(આંતરિક /બાહ્ય) કે ભાગની કેન્સર, બ્લડ કેન્સરની તપાસ તથા સારવાર, પ્રજનન અંગોના ગંભીર રોગો, એકસીડન્ટમાં દાંતની સર્જરી, મેક્ઝીલોફેશ્યલ સર્જરી, ઓરલ સર્જરી, ગંભીર રોગોની સારવાર માટેના લેપ્રોસ્કોપીક સર્જરી કોઈપણ જાતની સર્જરી કે જેમાં જનરલ એનેસ્થેસીયા આપેલ છે., “ફેકચર અને ડિસ્કોલેશનની (હેઅર લાઈન ફેકચરનો સમાવેશ નહી) સારવાર કોન્ટ્રેકચર રીલીઝ તથા હાથ પગમાં રિક્ધસ્ટ્રકટીવ પ્રોસીઝર કે જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂૂર પડે છે., નોવેલ કોરોના(COVID-19)ની સારવાર,, બર્ન્સ મેનેજમેન્ટ અને લગત સર્જરી, ગંભીર ચેપી રોગો(ડેન્ગ્યુ મેલેરિયા ટાયફોઈડ વગેરે), પ્લાસ્ટિક સર્જરી અને રિક્ધસ્ટ્રકટીવ સર્જરી, માનસિક સ્વાસ્થ્ય લગત ગંભીર માનિસક બીમારી સબબ દાખલ થઈ સારવાર કરાવવાની થાય તેવા કિસ્સાઓ, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જરી, બાયપાસ સર્જરી, સ્ટેન્ટ સાથે, એન્જીયોપ્લાસ્ટી, વાવ્યુલર સર્જરી અને વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી, ઓન્કોલોજી (મેડીકલ, સર્જીકલ અને રેડીએશન), બાળરોગો જેમાં દાખલ થવું પડે તેમજ નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર એડમીશન, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જોઈન્ટ રીપ્લેશમેન્ટ સર્જરી પહેલા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, રાજકોટનું ભલામણ પત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.
કોસ્મોપ્લેક્સથી નવા રિંગ રોડને જોડતો ડીપી રોડ બનશે
નવા રીંગરોડ -2નું ફોરલેન્ડ કામ પૂર્ણ થવાનું છે. ત્યારે આ રોડને જોડતા તમામ નવા ડીપી રોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે પૈકી કોસ્મોપ્લેક્ષથી રીંગરોડને જોડતા નવા રોડનુ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.-9માં ટી.પી.સ્કીમ નં.-18 (મુજકા), કોસ્મોપ્લેક્ષ પાસેથી 150 ફુટ રીંગ રોડ જોડતા 18.00 મી.રોડ ડેવલપ કરવાનાં કામે કુલ રૂૂ.2.86,02,546 તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.3,40,00,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે 89 10.00 ચોરસ મીટરમાંરસ્તા ડેવલપ કરવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
રૈયા ગામથી સ્માર્ટ સિટીનો રોડ 18 કરોડના ખર્ચે બનશે
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસિટીનું કામ પૂર્ણ થવા આવ્યુ છે. ત્યારે શહેરને સ્માર્ટસિટી સુધી જોડતા માર્ગો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય માર્ગ રૈયાગામથી સ્માર્ટસિટી સુધીનો ડીપી રોડ ડેવલોપ કરવામાં આવશે. આ કામે રોડ નીચે પાઇપ લાઇન તેમજ પેવીંગ બ્લોક ફલાવર બેડ અને સેન્ટ્રલ ડિવાઇડર તથા સ્ટ્રીટ લાઇટ સહિતના કામ માટે રૂા.18 કરોડનુ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યુ છે. એજન્સી દ્વારા સૌથી ઓછા પરંતુ 3% વધુ ભવાની ક્ધટ્રકસ્ટન કંપનીએ ભાવ ભરતા તેમને રૂા.18.58 કરોડના ખર્ચે રોડ ડેવલોપમેન્ટ કરવાનું કામ આપવામાં આવશે.
દર ઓક્ટોબર માસે તમામ બ્રિજેનું ઇન્સ્પેક્શન થશે
શહેરના મુખ્ય રસ્તાઓ તથા નદી-નાલા ઉપર આવેલા પુલ અને બ્રિજની નિયમીત જાળવણી થઇ શકે અને કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે ચોમાસા પહેલા ઓકટોબર માસમાં તમામ નાલાઓ અને બ્રિજનું ઇનપેકસ્શન ચાર સ્ટેજમાં કરવામાં આવશે. પ્રાથમિક, ડિટેઇલ, ડીપીઆર અને નવા પુલ સહિતના કામો માટે રૂા.20.73 લાખનો ખર્ચ કરવામાં આવશે. એજન્સી દ્વારા દર ઓકટોબર માસે કામગીરી પૂર્ણ કરી મનપાના રીપોર્ટ આવાનો રહેશે.
વાવડીમાં બનશે રૂા.17.49 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરી
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં ટીપી સ્કીમ 15 વાવડીમાં આવેલ ફાઇનલ પ્લોટ નં.34માં વ્રજવિલા એપાર્ટમેન્ટ પાસે લાઇબ્રેરી બનાવવાનુ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે. આ સ્થળે 2591 ચો.મી.એરીયામાં પ્રાર્કિંગ માટે લોઅર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર નવ દુકાનો. કોમન એડમીનીસ્ટ્રેશન એરીયા, વેઇટીંગ એરીયા, ફર્સ્ટ ફલોર પર નવ દુકાનો, સ્ટાફ ઓફિસ, ન્યુઝ પેપર રીડીંગ એરીયા, સેક્ધડ ફલોર પર જનરલ રીડીંગ હોલ, ટોય લાયબ્રેરી, ચિલ્ડ્રન મેગેઝીન ડીસ્પ્લે એરીયા, થર્ડ ફલોર પર મહિલા અને પુરૂૂષો માટે અલગ-અલગ રીડીંગ હોલ, ડીઝીટલ લાયબ્રેરી માટેનો એક હોલ, ટેરેસ ફલોર પર ઓડીયો-વિડીયો રૂૂમ અને તમામ ફલોર પર લેડીઝ/જેન્ટસ ટોયલેટ, સમગ્ર બિલ્ડીંગમાં લીફટની સુવિધા, સી.સી. ટી.વી. કેમેરા, ફાયર સીસ્ટમની સુવિધાનાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.17,49,87,000નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યુ છે.
મોટામવામાં બનશે એનિમલ હોસ્પિટલ
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.11માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે રૂા.1.77 કરોડ ફાળવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-11માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પીટલ બનાવવાનાં કામે કુલ રૂૂા.1,50,37,098તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે રૂૂા.1,77,44,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે આશરે 262 ચોરસ મીટરમાં ગ્રાઉન્ડ ફલોર પર લેબોરેટરી, ડોકટર રૂૂમ, ઓપરેશન રૂૂમ, મેડીસીન રૂૂમ, તેમજ એનીમલ ટ્રીટમેન્ટ રૂૂમ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.1,50,37,098 રકમનો ખર્ચ કરવામાં આવશે.
