લોધીકાના વાગુદડ ગામે સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા રાજકોટની 13 વર્ષની બાળાનું મોત

રાજકોટના કાલાવડ રોડ પર વાગુદડ ગામ પાસે આવેલા આનંદવિહાર રિસોર્ટમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. રજાના દિવસે પરિવાર સાથે પિકનિક મનાવવા ગયેલી રાજકોટની 13…

રાજકોટના કાલાવડ રોડ પર વાગુદડ ગામ પાસે આવેલા આનંદવિહાર રિસોર્ટમાં શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. રજાના દિવસે પરિવાર સાથે પિકનિક મનાવવા ગયેલી રાજકોટની 13 વર્ષીય માસૂમ બાળકીનું રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા મોચીનગરમાં રહેતી યુનુસબિન ઈકબાલભાઈ મુકાસમ નામની 13 વર્ષની તરુણી શનિવારે પોતાના પરિવાર સાથે લોધિકાના વગુદડ ગામે આવેલા આનંદવિહાર રિસોર્ટમાં પિકનિક માટે ગયા હતા. તે દરમ્યાન બાળકી પરિવારના અન્ય સભ્યો સાથે સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડી હતી. અને અચાનક જ મહેક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને પરિવારે બૂમાબૂમ કરી મૂકતા તેને તુરંત જ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

બેભાન હાલતમાં મહેકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા મેટોડા પોલીસ મથકના જમાદાર વિરમભાઈ સહીતની ટીમે હોસ્પીટલ પહોચી તપાસ કરતા મૃતક બાળકીના પિતા યુનુશભાઈ આર્મીમેન હોવાનુ અને પરીવાર સાથે ગયા હતા અને આ બનાવ બન્યો હોવાનુ બહાર આવતા પોલીસે બાળકીના મોતનું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિશેષ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *