મોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાત

રાજકોટ શહેરમા બે – ત્રણ દીવસ પહેલા સાતમુ ધોરણ ભણતા સગીરને તેમનાં પિતાએ મોબાઇલ નહી જોવા ઠપકો આપ્યો હતો અને બાદમા મોબાઇલનો પાસર્વડ બદલી નાખતા…

રાજકોટ શહેરમા બે – ત્રણ દીવસ પહેલા સાતમુ ધોરણ ભણતા સગીરને તેમનાં પિતાએ મોબાઇલ નહી જોવા ઠપકો આપ્યો હતો અને બાદમા મોબાઇલનો પાસર્વડ બદલી નાખતા સગીર પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો . આ ઘટના બાદ કચ્છમા એક 13 વર્ષનાં સગીરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે આ 13 વર્ષનાં બાળકને તેનાં મોટા ભાઇએ ટયુશનમા જવા માટે કહેતા બાળકને લાગી આવ્યુ હતુ અને તેમણે આપઘાત કરી લીધો હતો. બાળકનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.

વધુ વિગતો મુજબ કચ્છનાં મુન્દ્રા તાલુકાનાં નાના કપાયા ગામમા રહેતા 13 વર્ષનો સગીર આયુષ અનીલભાઇ યાદવએ પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો .
આ ઘટનામા પોલીસે તપાસ શરુ કરતા પ્રાથમીક વિગતો મળી હતી કે તેમનાં મોટા ભાઇએ ટયુશનમા જવાનુ કહેતા તેમને લાગી આવ્યુ હતુ અને રુમમા જઇ ગળેફાંસો ખાઇ લીધો હતો મૃતક સગીરનો પરીવાર મુળ ઉતર પ્રદેશનો વતની છે અને હાલ આજીવીકા કમાવવા માટે તેઓ કચ્છ આવ્યા હતા અને મુન્દ્રા તાલુકાનાં નાના કપાયા ગામે મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. 13 વર્ષનાં પુત્રનાં આપઘાતથી પરીવાર આઘાતમા સરી પડયો છે.

પોલીસ પાસેથી વધુ વિગતો મળી હતી કે મૃતકનો ભાઇ અંકીતે જણાવ્યુ હતુ કે ગઇકાલે તેમનો નાનો ભાઇ આયુષ ટયુશનથી જલ્દી પાછો આવી ગયો હતો તેને ફરી ટયુશને જવાનુ કહેતા તે ગુસ્સામા આવી ગયો હતો અને પોતાનાં રુમમા જઇ લાકડીની આડીમા લુંગી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *