રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝન પુરબહારમાં ખીલી છે. રવિપાકની આવકથી યાર્ડ સતત છલકાઇ રહ્યુ છે. આજે 1250 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં વિવિધ જણસીઓ ખેડૂતોલઇને આવતા ટોકન આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. યાર્ડમાં આજે ચણાની 80000 મણ, તુવેરની 1000 મણ, ધંઉની 70000 મણ, કયાસની 9000 મણ, રાય-રાયડાની 5500 મણ, મેથીની 11000 મણ અને મગફળીની 54000 મણ આવક થઇ હતી. જણસીની આવક વધી જતી યાર્ડના સતાધીશોએ હાજર રહીને ઉતરાઇની વ્યવસ્થા કરાવી હતી.
યાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયું
રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝન પુરબહારમાં ખીલી છે. રવિપાકની આવકથી યાર્ડ સતત છલકાઇ રહ્યુ છે. આજે 1250 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં વિવિધ…
