જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામ પાસે ગઈ રાત્રે જોડિયા પોલીસે દરોડો પાડી એક ટ્રકમાં ઘાસના જથ્થા નીચે સંતાડેલો 1,212 નંગ નાની મોટી ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો પોલીસે પકડી પડ્યો છે, અને એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂૂના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.જોડિયા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગત મોડી રાત્રે પીઠડ ગામની સીમ વિસ્તારમાં એક મિની ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે મોડી રાત્રે જોડીયા પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસને જી.જે. -3 બી ડબલ્યુ 8627 નંબરનો મીની ટ્રક ધ્યાનમાં આવ્યો હતો.
જેની તલાસી લેતાં ટ્રકમાં ઘાસનો જથ્થો ભરેલો હતો, પરંતુ પોલીસે ઘાસ નો જથ્થો હટાવીને નીચે ચેક કરતા અંદરથી નાની મોટી 1,212 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂૂ મિનિ ટ્રક અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂૂપિયા 5,87,400 ની માલમતા કબજે કરી છે. જયારે દારૂૂની હેરાફેરી કરી રહેલા ખાનપર મોરબીના યશપાલસિંહ કનુભા જાડેજા ની અટકાયત કરી લીધી છે. પોલીસને પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂૂ નો જથ્થો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સલીમ શેખ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.