પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
રાજુલાના ખેરામાં રહેતા મધુભાઇ એભલભાઇ બુધેલા (ઉ.વ.42)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 29-1-2026 થી 10-2-2026ના અરસામાં ખારી ગામમા આવેલા સુરાપુરા દાદાની ડેરીમાં અંદર સુરાપુરા દાદાને ચડાવેલા ચાંદીના 120 છત્તરોની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. અજાણ્યા શખ્સે અહીં સુરાપુરા દાદાની ડેરીમાં લોખંડનો દરવાજો ખોલી પ્રવેશ કરી અહીંથી રૂૂપિયા 47,000ની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી હતી.
આ અંગે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ એમ.એફ.ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
અગાઉ પણ અમરેલી જિલ્લામાં મંદિરમાં સોના-ચાંદીના દાગીની ચોરીની ઘટના બની હતી.
