પોર્ન જોયા બાદ 12 વર્ષના છોકરાએ દારૂના નશામાં નવ માસની સગી ભાણેજ પર બળાત્કાર ગુજાર્યો

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પોર્ન એટેલે કે અશ્ર્લીલ વીડિયો જોયા બાદ 12…

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પોર્ન એટેલે કે અશ્ર્લીલ વીડિયો જોયા બાદ 12 વર્ષના એક છોકરા પર તેની 9 મહિનાની ભાણીનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો આરોપ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચાવી હતી. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર 12 વર્ષનો છોકરો બાળકીનો સગો મામા છે. આરોપ છે કે મધરાતે તે બાળકીને તેના ઘરમાંથી ઉઠાવીને લઇ ગયો હતો. બાળકી તેની માતાની બાજુમાં સૂતી હતી. છોકરો તેને નજીકના ખેતરમાં આવેલા એક ટીનના શેડમાં દુષ્કર્મ આચરીને તેને ગંભીર હાલતમાં મૂકી જતો રહ્યો હતો.

બાળકીની માતાના જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે તે પોતાની 9 મહિનાની દીકરી સાથે સૂતી હતી. રાત્રે લગભગ 2 વાગ્યે તેની ઊંઘ ઊડી અને તેણે જોયું કે બાળકી ત્યાં નહોતી. ત્યારબાદ પરિવારજનો આખી રાત બાળકીની શોધખોળ કરતા રહ્યા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. શનિવારે સવારે ગામલોકોને ઘરથી લગભગ અડધા કિલોમીટર દૂર આવેલા ટીનના શેડમાં બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. બાળકીના શરીર પર ગંભીર ઇજાઓ જોવા મળતાં સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર છે. પોલીસે સીસીટીવી (ઈઈઝટ) ફૂટેજ ચેક કર્યા હતા અને આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. આ તપાસ દરમિયાન શંકાની સોય બાળકીના મામા એવા છોકરા પર ગઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ છોકરાની પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે બાળકીને લઈ જવાની વાત કબૂલી હોવાનું કહેવાય છે. પોલીસનો દાવો છે કે છોકરાએ દારૂૂના નશામાં બાળકીને ઘરેથી લઈ જઈ નજીકના ખેતરમાં તેના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નિમેષ પાટીલે જણાવ્યું હતું કે બાળકીની સારવાર ચાલુ છે અને કેસમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *