મહારાષ્ટ્ર MLCની 17માંથી 16 બેઠકમાં મહાયુતિનો વિજય, વિપક્ષના સુપડા સાફ

મહારાષ્ટ્રમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના UBTને ફટકો પડ્યો છે. કારણ કે 6 સાંસદો પાર્ટીનો સાથ છોડીને શિંદે જૂથમાં જોડાવા જઇ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર…

મહારાષ્ટ્રમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના UBTને ફટકો પડ્યો છે. કારણ કે 6 સાંસદો પાર્ટીનો સાથ છોડીને શિંદે જૂથમાં જોડાવા જઇ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પણ શિવસેનાનો ફટકો પડ્યો. માત્ર શિવસેના જ નહીં પણ કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી ખાતું ખોલવામાં નિષ્ફળ નીવડી.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની જબરદસ્ત જીત થઇ છે. મહાયુતિ ગઠબંધને 17 MLC બેઠકોમાંથી 16 બેઠકો જીતી હતી જ્યારે એક બળવાખોર BJP ઉમેદવાર એક બેઠક જીતવામાં સફળ રહ્યો હતો.

કોંગ્રેસ, શિવસેના (UBT) અને શરદ પવારનો પક્ષ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેનો જૂથ અને શરદ પવારનો પક્ષ એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ ગયો હતો. ત્યારે ઇઉંઙના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ હાંસલ કરી હતી. લડાયેલી 17 બેઠકોમાંથી, ઇઉંઙ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની ગઈઙના ગઠબંધને 16 બેઠકો જીતી હતી, જ્યારે એક બળવાખોર BJP ઉમેદવારે બાકીની એક બેઠક જીતી હતી.

ઉલ્લેખનીય છે કે કુલ 17 MLC બેઠકોમાંથી 6 બેઠકો માટે ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે બાકીની 11 બેઠકોના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *