મોરબીના ચરાડવામાં ભરડિયાની ઓરડીમાં ચાલતા જુગારધામમાં 12 જુગારી પકડાયા

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં પેટ્રોલ પંપ સામે આરોપી જયસુખ દેસાઈની ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી…

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામની સીમમાં પેટ્રોલ પંપ સામે આરોપી જયસુખ દેસાઈની ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાં જુગાર રમતા જયસુખ ઓધવજીભાઈ દેસાઈ, દિલીપ મનજીભાઈ જેત્પરીયા, કિશન મુકુન્દરાય ગોંડલીયા, ફેનિલ કિરીટભાઈ ભૂત, હરીમિત્ર હેમશંકર રાવલ, જીગ્નેશ અરવિંદભાઈ દંતાડીયા, મયંક તળશીભાઈ કાવર, જયદીપ વાલજીભાઈ મોરડિયા, હરગોવિંદ શંકરભાઈ કાવર, રમેશ વેલાભાઇ ચિરોડીયા, હરેશ ઓધવજીભાઈ ફેફર અને મનસુખ મગનભાઈ મલાસણા એમ 12 ને ઝડપી લઈને રોકડ રૂૂ 1,41,500 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલ નજીક હાડાટોડાની વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલી વાડી પાસે પોલીસે કાર્યવાહી કરીને દેશી દારૂૂ તથા દારૂૂ બનાવવા માટેનો કાચો આથો મળી કુલ રૂૂ. 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં વાડીના માલિક તરીકે દર્શાવાયેલા બ્રિજરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉંમર 39) સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તા. 26 ઑક્ટોબરના રાત્રે હાડાટોડા ગામની સીમમાં આરોપીની વાડીના શેઢા પાસેથી પ્લાસ્ટિકના કેનમાં આશરે 15 લિટર દેશી દારૂૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂૂ. 3 હજાર દર્શાવાઈ છે. આ ઉપરાંત, બાજુમાંથી 200 લિટરની ક્ષમતાનાં બે પ્લાસ્ટિકનાં બેરલમાં ભરેલો કુલ 400 લિટર કાચો આથો મળી આવ્યો હતો, જેની કિંમત રૂૂ. 10 હજાર ગણવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *