જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 117 મુરતિયા

160 ઉમેદવારો સામે 43ના ફોર્મ રદ : જૂજ બેઠક બિનહરીફ થવાની ભાજપને આશા મહાનગરપાલિકા ની સાથોસાથ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 160 ઉમેદવારોએ ફોર્મ ભર્યા…

160 ઉમેદવારો સામે 43ના ફોર્મ રદ : જૂજ બેઠક બિનહરીફ થવાની ભાજપને આશા

મહાનગરપાલિકા ની સાથોસાથ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 160 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 43 ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને 117 ફોર્મ માન્ય રખાયા છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો અંગે જો વાત કરવામાં આવે તો આણંદ પર બેઠક પર 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી 1 ફોર્મ રદ થયું છે અને 4 ફોર્મ માન્ય રખાયા છે. તો સાથો સાથ આટકોટમાં પણ 4 ફોર્મ ભરાયા જેમાં 1 રદ અને 4 માન્ય રખાયા છે. બેડી બેઠકમાં પણ 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં 2 ફોર્મ ચૂંટણી વિભાગે રદ કરી 3 ફોર્મ ગ્રાહ્ય રખાયા છે.

બેડલા બેઠક માટે 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ચૂંટણી વિભાગ દ્વારા 3ને માન્યતા આપી છે જ્યારે 2ના ફોર્મ રદ કરી દીધા છે. ભાડલા બેઠક માટે પણ 7 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાંથી 2ના ફોર્મ રદ કર્યા હતા અને 5 ફોર્મ માન્ય રાખ્યા છે. ભડલી બેઠક પર 5 ઉમેદવારે ફોર્મ ભર્યા જેમાં 1 રદ અને 4 ફોર્મ માન્ય રાખ્યા છે. બોરડી સમઢિયાળા બેઠક પર 5 ફોર્મ ભરાયા તેમાં 1 રદ અને 4 માન્ય રખાયા છે. ચરખડી બેઠક પર ચૂંટણી વિભાગે 2 ફોર્મ માન્ય રાખી 1 ફોર્મને રદ કર્યું છે એટલે કહી શકાય કે કુલ 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
દડવી બેઠક પર 3 ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યું હતું જેમાં તમામ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. દેરડી બેઠક પર 4 લોકોએ ઉમેદવારી કરી હતી જેમાં 3 ફોર્મ માન્ય અને 1 ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ડુમિયાણી બેઠક પર 4 ઉમેદારે ફોર્મ ભર્યું જેમાં તમામ 4 બેઠક માન્ય રાખવામાં આવી છે. જામકંડોરણામાં 2 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં 2 ફોર્મ મંજૂર કરાયા છે. કમળાપુર બેઠક પર 4 ઉમેદવારે ઉમેદવારી કરી હતી જેમાં 1 ફોર્મ રદ કરી 3 ફોર્મ મંજૂર કર્યા છે. કસ્તુરબાધામ બેઠક પર 4 ફોર્મ ભરાયા જેમાં 1 રદ અને 3 ફોર્મ માન્ય રખાયા છે.

કસ્તુરબાધામ બેઠક પર 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં 3 ફોર્મ માન્ય અને એક ફોર્મ રદ કરવામાં આવ્યું છે. કોલીથડ બેઠક પર 5 ફોર્મ ભરાયા જેમાં 2 રદ અને 3 ફોર્મ માન્ય રખાયા છે. કોલકી બેઠક માટે 3 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં તમામ 3 ફોર્મ માન્ય રખાયા છે. કોટડાસાંગાણી બેઠક પર 5 ફોર્મ ભરાયા જેમાં 2 રદ અને 3 ફોર્મ મંજૂર કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. કુવાડવાની બેઠક પર 5 ફોર્મ ભરાયા જેમાંથી 2 રદ અને 3 ફોર્મ મંજૂર કરાયા છે. લોધિકા, મોટીમરડ અને મોવિયા બેઠક પર 4-4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં તમામ ત્રણ બેઠક પર 1- 1એક ફોર્મ રદ કરવામાં આવ્યા અને 3 ફોર્મને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે.

પડધરી અને પારડી બેઠક પર 6- 6 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં વહીવટી વિભાગે 3 – 3 ફોર્મ રદ કર્યા હતા અને 3-3 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા. વાત કરવામાં આવે પાનેલીમોટી બેઠકની તો અહીં 4 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં 1 ફોર્મ રદ અને 3 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. પીપરડી અને સાંણથલી બેઠકની તો અહીં 3- 3 ફોર્મ ભરવામાં આવ્યા અને તમામ ફોર્મ મંજૂર કરાયા છે. જ્યારે પેઢલા બેઠક પર 5 ફોર્મ સામે 1 ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને 4 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા.

સરપદડ બેઠક પર 5 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં 2 રદ અને 3 ફોર્મ માન્ય રખાયા. તો સરધાર બેઠક પર 7 ફોર્મ ભરાયા જેમાં 2 ફોર્મ રદ અને 5 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. શિવરાજગઢ બેઠક પર 4 ફોર્મ ભરવામાં આવ્યા જેમાં 1 રદ અને 3 ફોર્મ માન્ય રખાયા. શિવરાજપુર બેઠક પર 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં 3ના ફોર્મ રદ કરી 3 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. તો સામે સૂપેડી બેઠક પર 4 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં 1 ફોર્મ રદ કરી 3 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. થાણાગાલોલ બેઠક પર 4 ફોર્મ ભરવામાં આવ્યા જે તમામ મંજૂર કરી દેવામાં આવ્યા છે. અંતે વાત રહી વેરાવળ બેઠકની તો આ બેઠક પર 5 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાં 1નું ફોર્મ રદ થયું હતું અને 4 ફોર્મ માન્ય રાખવાં આવ્યા હતાં. વિંછીયા બેઠક પર 3 ફોર્મ ભરાયા જેમાં તમામ ફોર્મ મંજૂર કર્યા છે. અને વીરપુર બેઠક પર 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી જેમાં 2 ફોર્મ રદ અને 3 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *